GSTV

ફ્રી નહી મળે ઇનકમિંગ કૉલ : દર મહિને કરાવવું પડશે આટલું રિચાર્જ, આ કંપનીએ કરી જાહેરાત

mobile internet price in india

Last Updated on December 3, 2018 by Bansari

ટેલિકોમ કંપનીઓ પોતાના યુઝર્સને મિનિમમ બેલેન્સના મેસેજ મોકલી રહી છે જેના કારણે મોબાઇલ યુઝર્સમાં મિનિમમ બેલેન્સને લઇને હજુ મુંઝવણ છે તેવામાં ટેલિકોમ દિગ્ગજ કંપની એરટેલે એવી જાહેરાત કરી છે કે તેના ગ્રાહકોને ઈનકમિંગ કોલ સુવિધા ફ્રીમાં નહિં મળે. તેણે તે માટે રિચાર્જ કરાવવું પડશે.

રિલાયન્સ જિઓના આવ્યા બાદ ટેલિકોમ કંપનીઓને પોતાના એવેરેજ રેવન્યુ પર યૂઝર(ARPU)માં નકસાન થઈ રહ્યું હતું. ગ્રાહકો જીઓ સિવાય પોતાના અન્ય નેટવર્કમાં રિચાર્જ નહોતા કરાવતા અને એ ફોન માત્ર ઈનકમિંગ સેવા માટે ચાલુ રાખતા હતા. જો કે કંપનીઓએ આ સ્થિતિમાંથી ઉભરવા માટે કેટલાંક મહિનામાં મિનિમમ રિચાર્જ પ્લાન રજૂ કર્યા હતા. આમછતાં કંપનીઓની સ્થિતિ ખાસ્તા થતી જતી હતી. જેને પગલે એરટેલે હવે એવી જાહેરાત કરી છે કે ઈનકમિંગ સુવિધા ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં નહિં આવે. દર મહિને ચોકક્સ રકમનું રિચાર્જ કરાવવાનું રહેશે.

જો મિનિમમ બેલેન્સ નહિં કરાવવામાં આવે તો ઈનકમિંગ સુવિધા બંધ થઈ શકે છે. કંપનીઓ પોતાના આવા યુઝર્સને મેસેજ મોકલીને રિચાર્જ કરાવવા જણાવી રહી છે.

જણાવી દઇએ કે બજાર કેપ માટે સેલ્યુલર કંપનીઓમાં વધેલી હોડને કારણે વધતી જતી ખોટ સામે સરકારે નારાજગી વ્યક્ત કરતાં એવી ટકોર કરી હતી કે આ કંપનીઓએ સ્પર્ધામાં ટકી રહેવા ઉત્તરોત્તર ભાવ ઘટાડા અને ખોટ કરવાને બદલે હવે સેલ્યુલર કંપનીઓએ કિંમતમાં વ્યાજબી વધારો કરવો જોઈએ. જેને પગલે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે હવે મોબાઈલ સેવા મોંઘી થશે. હાલ તો એરટેલે આ પ્રકારની જાહેરાત કરી દીધી છે.

જો કે પહેલાં એરટેલ, વોડાફોન અને આઈડિયાએ 32 રૂપિયા, 65 રૂપિયા અને 95 રૂપિયાના રિચાર્જ રજૂ કર્યા હતા. પણ હવે એરટેલે પોતાના ગ્રાહકો માટે મિનિમમ રિચાર્જ રૂપિયા 23નો પ્લાન રજૂ કર્યો છે.

એરટેલે આ પ્લાનને સ્માર્ટ રિચાર્જ નામ આપ્યું છે. આ પ્લાનની વેલીડીટી 28 દિવસની હોય છે. આમાં લોકલ અને એસટીડી કોલિંગ માટે 2.5 પૈસા પ્રતિ સેકન્ડ ચાર્જ આપવાનો રહેશે. લોકલ એસએમએસ માટે 1 રૂપિયો અને નેશનલ એસએમએસ માટે 1.5 રૂપિયા ચાર્જ લાગે છે. આ ઉપરાંત આ પ્લાનમાં ડે઼ટા જેવી કોઈ પણ સુવિધા મળતી નથી.

એરટેલના સ્માર્ટ રિચાર્જ પેક્સમાં 25 રૂપિયાથી લઈને 245 રૂપિયા સુધીના રિચાર્જ પેક્સ શામેલ છે. 25 રૂપિયામાં ગ્રાહકોને 18.89 રૂપિયાનો ટોકટાઈમ મળે છે. 28 દિવસ દરમિયાન આ પ્લાન હેઠળ તમમે 10 એમબી ડેટા પાવરી શકો છો. આ ઉપરાંત 35 રૂપિયાવાળો પ્લાન પણ છે. જેમાં 26.60 રૂપિયા બેલેન્સ અને 100 એમબી ડેટા મળે છે. આ ઉપરાંત 65,95 145 અને 245 વાળા પ્લાન પણ છે. 245 રૂપિયા વાળા પ્લાનમાં ફૂલ ટોક ટાઈમ અને 2 જીબી ડેટા મળે છે.

Read Also

Related posts

વેક્સિન ન લેનારાઓની ખૈર નથી! આજથી આ જગ્યાઓ પર નહીં મળે એન્ટ્રી, સરકારે અપનાવ્યું કડક વલણ

Bansari

Insurance policy tax/ આ ખાસ પોલિસી પર મળશે 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ! 31 માર્ચ સુધી છે તમારી પાસે સમય

Damini Patel

Omicron symptoms/ સામે આવ્યા ઓમિક્રોનના તમામ 20 લક્ષણો, જાણો કેટલા દિવસ સુધી શરીરમાં ઘર કરીને રહે છે આ વેરિએન્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!