GSTV

AIRTELનાં આ પ્લાન્સની સાથે મળી રહ્યું છે DISNEY+HOTSTAR VIP સબ્સક્રિપ્શન

Last Updated on November 3, 2020 by Mansi Patel

ભારતીય ટેલિકોમ કંપની Airtel પોતાના કસ્ટમર્સને Disney+vipનું સબ્સક્રિપ્શન આપવાનું શરૂ કર્યુ છે. મોબાઈલ યુઝર્સ સિવાય કંપની એરટેલ બ્રોડબેંડ પ્લાન્સની સાથે પણ disney+Hotstar vipનો પ્લાન આપી રહી છે.

પહેલાં બ્રોડબેન્ડ પ્લાનની સાથે આપવામાં આવતા disney+hotstar પ્લાન વિશે વાત કરીએ. તે બાદ મોબાઈલ પ્લાનની સાથે આપવામાં આવતા ઓફર વિશે જણાવીશું 999 રૂપિયાનાં Airtel xstream એન્ટરટેઈનમેન્ટ બ્રોડબેન્ડ પ્લાની સાથે આ ઓફર આપવામાં આવી રહ્યુ છે.

1499 રૂપિયાનાં પ્લાનની સાથે disney+hotstarનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવશે. તેના સિવાય 3,999 રૂપિયાવાળા પ્લાનની સાથે પણ આ સબ્સક્રિપ્શન મળશે.

મોબાઈલ યુઝર્સની વાત કરીએ તો, 399 રૂપિયાનાં પ્રિપેડ યુઝર્સને Disney+hotstar vipનું સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. તેના સિવાય 401 રૂપિયાનાં પ્લાનમાં પણ આ ઓપ્શન છે. આ પ્લાનની સાથે 30 gb ડેટા અને 28 દિવસની વેલિડિટી મળશે.

નવી ઓફર પોસ્ટપેડ યુઝર્સ માટે છે જે સિલેક્ટેડ ગ્રાહકો માટે છે. 499 રૂપિયા અથવા તેની ઉપરનાં પોસ્ટપેડ પ્લાનની સાથે કંપની disney+hotstarનું સબ્સક્રિપ્શન આપી રહી છે.

448 રૂપિયાનાં પ્લાનની સાથે દરરોજ 3gb ડેટા અને 28 દિવસની વેલિડિટી છે, તેની સાથે અનલિમિટેડ કોલ્સ અને દરરોજ 100 sms ફ્રી છે. સાથે જ એક વર્ષ માટે disney+hotstar સબ્સક્રિપ્શન પણ છે.

599 રુપિયાના પ્લાનમાં દરરોજ 2gb ડેટા મળે છે. અને તેની વેલિડિટી 57 દિવસની છે. તેની સાથે એક વર્ષ માટે disney+hotstarનું સબ્સક્રિપ્શન મળશે.

airtelનાં 499 રૂપિયા પોસ્ટપેડ પ્લાનની સાથે પણ એક વર્ષ માટે  amazon primeનું સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. આ બધા પ્લાન સિવાય 999 અને 1599 રૂપિયાનાં પ્લાનની સાથે પણ  amazon primeનું સબ્સક્રિપ્શન આપવામાં આવે છે.

READ ALSO

Related posts

ફોન યુઝર્સને જાગરૂક કરવા વાળી ખબર/ કરોડોમાં વેચવામાં આવી રહી છે તમારી લોકેશન, અહીં જાણો સમગ્ર ડીટેલ

Damini Patel

Beauty Tips : નેલ કલર રીમુવર થઈ ગયું છે ખતમ, તો આ ટીપ્સને અનુસરી નેલ પોલીશ કરો સાફ

Vishvesh Dave

મિરાજ વિમાનના ટાયર ચોરી કરનારા ચોર ઝડપાયા, તપાસ થતાં કહ્યું- અમને એમ કે આ ટ્રકના ટાયર છે, તેથી લઈ ગયાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!