Airtelએ બદલ્યો 199 રૂપિયાનો પ્લાન, હવે યુઝર્સને મળશે આટલો વધારે ડેટા

ટેલિકોમ કંપનીઓ સતત પોતાના પ્રીપેડ પ્લાન્સને અપગ્રેડ કરી રહી છે. આ સાથે જ જિયોને ટક્કર આપવા માટે નવા પ્લાન્સ પણ લૉન્ચ કરી રહી છે. તેવામાં હવે એરટેલે 199 રૂપિયાના જૂના પ્લાનને અપડેટ કર્યો છે. તેમાં ગ્રાહકોને વધુ ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. થોડા દિવસ પહેલા વોડાફોને પણ 199 અને 399 રૂપિયાના પ્લાનમાં ફેરફાર કર્યો હતો.

એરટેલનો 199 રૂપિયાનો પ્લાન


આ પ્લાન હેઠળ કંપની પોતાના યૂઝરને 28 જીબી ડેટા આપી રહી છે. પરંતુ જીયો ડેટા આપવાના મામલામાં આગળ છે. 199 રૂપિયાના પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, જે તમામ 22 સર્કલો માટે ઉપલબ્ધ છે. અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગની સુવિધા છે જે કોઈપણ FUP (ફેયર યૂઝ પોલિસી) મળે છે. ફેરફારની કરાયા બાદ હવે ગ્રાહકોને દરરોજ 1.4 જીબી ડેટાની જગ્યાએ 1.5 જીબી ડેટા આપવામાં આવશે. આ સિવાય 100 એસએમએસ દરરોજ મળશે. એટલે કે ગ્રાહકોને કુલ 42 જીબી ડેટા મળશે.

જીયોનો 198નો પ્લાન


જીયોના 198ના પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા મળી રહ્યો છે. આ સિવાય અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગ 28 દિવસ માટે ઉપલબ્ધ છે. આ માટે કોઈ FUP (ફેયર યૂઝ પોલિસી) નથી. રોજ 100 SMSની સુવિધા મળે છે. આ પ્લાન 28 દિવસ સુધી ચાલે છે.

વોડાફોનનો 199 રૂપિયાન પ્લાન


એરટેલના પ્લાનની તુલનામાં જો વોડાફોન સાથે કરીએ તો દરરોજ 1.5 જીબી ડેટા મળે છે. અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલની સુવિધા એફયૂપીની સાથે મળે છે. દરરોજ 250 મિનિટ્સ અને એક સપ્તાહમાં 1000 મિનિટની લિમિટ છે. લિમિટ પૂર્ણ થયા બાદ ગ્રાહકને 1.2 પૈસા કે 1 પૈસા પ્રતિ મિનિટના હિસાબથી ચાર્જ આપવો પડશે. દરરોજનો ડેટા પૂરો થયા બાદ હાઈ સ્પીડ ડેટા ચાલુ રાખવા માટે 50 પૈસા પ્રતિ એમબીના હિસાબથી ચાર્જ ચુકવવો પડશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter