GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

Airtel યુઝર્સ માટે Good News! Free માં મળી રહ્યો છે 5GB ડેટા; બસ અહીં કરવાનું છે એક ક્લિક

Airtel

Airtel Thanks App Offer: ભારતી Airtel હવે તેના પ્રીપેડ ગ્રાહકોને 5GB ફ્રી ડેટા ઓફર કરી રહી છે. આ ડેટા યુઝર્સને ત્યારે જ આપવામાં આવશે જ્યારે તેઓ Airtel થેંક્સ એપ ઇન્સ્ટોલ અને લોગ ઇન કરશે. Airtel થેંક્સ એ એરટેલની એક ઇકોસિસ્ટમ એપ્લિકેશન છે જે યુઝર્સને રિવોર્ડ્સનો ક્લેમ કરવા, Airtel પેમેન્ટ્સ બેંકને ઍક્સેસ કરવા, તેમના વર્તમાન બિલ ચૂકવવા, પ્લાન બદલવા અને ઘણું બધું કરવાની મંજૂરી આપે છે. જણાવી દઇએ કે યુઝર્સને એકસાથે 5GB ડેટા આપવામાં આવશે નહીં. તેના બદલે, તે Airtel થેંક્સ એપ પર દરેક 1GB ના પાંચ કૂપનના રૂપમાં જમા કરવામાં આવશે.

Airtel

Airtel નવું પ્રીપેડ કનેક્શન ખરીદનારા ગ્રાહકોને 5GB ફ્રી ડેટા ઓફર કરશે. બસ એક નવું Airtel કનેક્શન મેળવો, Airtel થેંક્સ એપ ડાઉનલોડ કરો, તમારા Airtel નંબર પર રજીસ્ટ્રેશન કરો અને લોગ ઇન કરો. તે પોસ્ટ કરો, ફક્ત એપ્લિકેશનની અંદરના માય કૂપન સેક્શન પર જાઓ અને ફ્રી ડેટા કૂપન ક્લેમ કરો.

90 દિવસમાં કરવાનો રહેશે ક્લેમ

એરટેલે કહ્યું છે કે એપમાં નવા નંબર સાથે લોગ ઈન કર્યા પછી દરેક નવા યુઝર 1GB ની કંપની તરફથી 5 કૂપન મેળવવા માટે પાત્ર બનશે. યુઝર્સે 90 દિવસની અંદર ડેટા વાઉચરનો ક્લેમ કરવો પડશે. નહીતર તે એક્સપાયર થઈ જશે. આ નવા પ્રીપેડ ગ્રાહકો માટે Airtel થેંક્સ ડાઉનલોડ ઓફર છે.

Airtel

રેફરલ પર 100 રૂપિયા મળશે

Airtel યુઝર્સ દરેક સફળ રેફરલ પર 100 રૂપિયા પણ કમાઈ શકે છે. Airtel થેંક્સ એપ પર જઈને યુઝર્સ Airtel પ્રીપેડ સિમની રેફરલ લિંક તેમના ફ્રેન્ડસને મોકલી શકે છે. જો યુઝર્સના ફ્રેન્ડ નવું Airtel સિમ ખરીદવા માટે રેફરલ લિંક પર ક્લિક કરે છે, તો યુઝર્સ અને ફ્રેન્ડ બંનેને ભારતી Airtel તરફથી રૂ. 100ના મૂલ્યના ડિસ્કાઉન્ટ કૂપન્સ મળશે. Airtel થેંક્સ એપથી સર્વિસ ખરીદતી વખતે આ કૂપન કામમાં આવશે.

Read Also

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV