ભારતમાં ડિજિટલ પેમેન્ટ અને ડિજિટલ ટ્રાંજેક્શનના વધતા ટ્રેંડને જોચા ટેલીકોમ કંપની Airtelએ પણ ઓનલાઈન પેમેન્ટી દુનિયામાં પગલા માંડી દીધા છે. Airtel એ ‘Airtel Safe Pay’ નામથી એક સર્વિસની શરૂઆત કરી છે. આ સર્વિસ એરટલની ઓનલાઈન બેન્કિંગ સિસ્ટમ એરટેલ પેમેન્ટ બેન્કની અંતર્ગત શરૂ કરવામાં આવી છે. Airtel નો દાવો છે કે, તે થકી યૂઝર્સ સેફ અને સરળ ઓનલાઈન ટ્રાંજેક્શન કરી શકે છે. જણાવી દઈએ કે, WhatsApp અને Amazon પહેલા જ આ સર્વિસ શરૂ કરી ચૂક્યા છે.
સેફ્ટીનું રાખવામાં આવ્યું ખાસ ધ્યાન
Airtel એ સ્પષ્ટ રીતે કહ્યું છે કે, ‘Airtel Safe Pay માં સિક્યોરિટીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને યૂઝરર્સ સરળતાથી કોઈપણ પ્રકારના ડર વગર ડિજિટલ ટ્રાંજેક્શન કરી શકે છે. Airtel નું કહેવું છે કે, Airtel સેફ પે ઈંડસ્ટ્રીના હાજર ટૂ ફેક્ટર ઓથેંટિકેશન સિસ્ટમથી શ્રેષ્ઠ છે.
નહી થાય કોઈ ફ્રોડનો ખતરો
Airtel ની એક પ્રેસ રિલીઝના માધ્યમથી જણાવ્યું છે કે, Airtel યૂઝર્સને ફિશિંગથી બચાવવા માટે આ સર્વિસની શરૂઆત કરવામાં આવી છે અને વધારે સિક્યોર છે. યૂઝર્સ આ સર્વિસ થકી પોતાના મિત્રો અને સંબંધીઓને સરળતાથી પૈસા મોકલી શકે છે. જે થકી યૂઝર્સ કોઈપણ પ્રકારના ફ્રોડના ટ્રાંજેક્શન કરી શકશે. કંપની તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, આ બિલકુલ સેફ પેમેન્ટ સર્વિસ છે.
જાણો કેવી રીતે વપરાશ કરશો
- Airtel Safe Pay ને Airtel Payments Bankની અંદર જઈને શરૂ કરી શકો છો.
- તે માટે સૌ પ્રથમ Airtel યૂઝર્સ પોતાના મોબાઈલ પર Airtel Thanks એપ ખોલો.
- ત્યારબાદ સ્ક્રીન પર નીચે Payments Bank ઓપ્શન દેખાઈ રહ્યો હશે, તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારા દ્વારા એડ કરવામાં આવેલ એકાઉન્ટને સેફ પે સ્ટેટ ડિએક્ટિવેટેડ દેખાશે.
- એકાઉન્ટ પર ક્લિક કર્યા બાદ તમને Enable Safe Payનો ઓપ્શન દેખાશે.
- જેને Enable કર્યા બાદ તમે નેટ બેન્કિંગ અને UPI પેમેન્ટ્સ કરી શકશો.
- તમે જ્યારે પણ ટ્રાંજેક્શન કરશો તો તમને એલર્ટ મેસેજ આવશે અને તમારી મંજૂરી બાદ ઓનલાઈન પૈસાનું લેણ-દેણ સંભવ હશે.
READ ALSO
- BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન
- દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !
- ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ
- UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ
- ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયું પરીક્ષાનું શૈક્ષણિક કેલેન્ડર