GSTV

આવો પ્લાન બીજે ક્યાંય નહી મળે, 48 રૂપિયામાં 3 GB, 98 રૂપિયામાં 6GB હાઇસ્પીડ ડેટા

new smartphone


ટેલિકોમ કંપની Airtelએ બે નવા પ્રીપેડ પ્લાન્ચ લોન્ચ કર્યા છે. આ પ્લાન ખાસ ડેટાને લગતો છે. 48 રૂપિયા અને 98 રૂપિયાના પ્લાનમાં માત્ર ડેટા જ આપવામાં આવશે. જો તમે માત્ર ડેટા પેક જ લેવા ઈચ્છો છો તો Airtelના આ પ્લાનમાં મળી રહેતા ફાયદાઓ પર એક નજર નાખી શકો છો. હાલ કંપનીની વેબસાઈટ અને એપ પર આ પ્લાન જાહેર કરવામાં આવ્યા નથી. આ પ્લાનને થર્ડ પાર્ટી એપ્સ પર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

48 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 3 GB 3G/4G ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટિ 28 દિવસની છે. તો 98 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 6 GB 3G/4G ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટિ પણ 28 દિવસની છે. જોકે ડેટા ઉપરાંત 98 રૂપિયાના પ્લાનમાં 10 ફ્રી નેશનલ SMSની સુવિધા આપવામાં આવશે. આ પ્લાન તે યુજર્સ માટે છે જે ઓછી કિંમતે ડેટા પેકેજ લેવા ઈચ્છે છે અને જેનો વધુ ડેટા ઉપયોગ થયો નથી.

આ ઉપરાંત કેટલાક અન્ય ડેટા પ્લાન પણ ઓફર કરવામાં આવ્યા છે. 92 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 6 GB ડેટા 7 દિવસ માટે આપવામાં આવી રહ્યો છે. તો 49 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 3 GB ડેટા આપવામાં આવી રહ્યો છે, જેની વેલિડિટિ એક દિવસની છે. ઉપરાંત 29 રૂપિયાવાળા પ્લાનમાં યુઝર્સને 28 દિવસ માટે 520 MB ડેટા આપવામાં આવી રહ્યો છે.

Read Also

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!