GSTV
Home » News » આ કંપની આપી રહી છે 93 રૂપિયામાં 28 દિવસ માટે તમામ ફ્રી, જુઓ ધમાકેદાર ઓફર

આ કંપની આપી રહી છે 93 રૂપિયામાં 28 દિવસ માટે તમામ ફ્રી, જુઓ ધમાકેદાર ઓફર

ટેલીકોમ માર્કેટમાં કંપનીઓ વચ્ચે ચાલી રહેલા પ્રાઇસવોર થમવાનું નામ નથી લઇ રહ્યા. જ્યારથી જિયો (Reliance Jio) બજારમાં આવ્યું છે ત્યારથી પ્રાઇસવોર હજુ પણ ચાલી રહ્યું છે. વર્ષના શરૂઆતમાં જિયો (Jio)એ ન્યૂ ઇયર પ્લાન હેઠળ પોતાની કિંમત ઓછી કરી હતી. પરંતુ બાદમાં અન્ય કંપનીઓએ પણ ટેરિફ પ્લાનની કિંમતોમાં ઘટાડો કર્યો હતો. ગત દિવસોએ જિયોએ 98 રૂપિયા વાળો પ્લાન રજૂ કર્યો. જે રિપબ્લિક ડે ઓફર દરમ્યાન એક મહિનાની વેલિડીટીવાળા સૌથી સસ્તા પ્લાન સાબિત થયો હતો.

કોલિંગ વાળા માટે બેસ્ટ પ્લાન

હવે એરટેલે ફરી સ્પર્ધાને હવા આપતા 93 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી વધારીને 28 દિવસની કરી દીધી છે. એરટેલ તરફથી આ પ્લાનની વેલિડિટી પહેલા માત્ર 10 દિવસની હતી. આ પ્લાન એ યુઝર્સ માટે સારો સાબિત થશે જેમની પ્રાથમિકતા વધારે કોલિગં છે. આ પહેલા પણ એરટેલે 149 રૂપિયાના રિચાર્જમાં 28 દિવસ માટે રોજના 1 GB ડેટા આપવાનું શરૂ કર્યું હતું.

રોમિંગમાં આઉટગોઇંગ ફ્રી

એરટેલ દ્વારા રજૂ કરવામાં આવેલા 93 રૂપિયાના પ્લાનમાં તમને અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગ, રોમિંગમાં આઉટગોઇંગ ફ્રી અને રોજ 100 એસએમએસ ફ્રી મળશે. હવે આ આખા પ્લાન માટે કંપની 28 દિવસની વેલિડિટી આપી રહી છે. ઉપરાંત 1GB 3G/4G ડેટા પણ 28 દિવસ માટે મળશે. અનલિમિટેડ કોલિંગની સુવિધા પ્રતિદિવસ 250 મિનિટ અને સપ્તાહના હિસાબે 1000 મિનિટ રહેશે.

એરટેલના 93 રૂપિયાના પ્લાનમાં પહેલા અનલિમિડેટ લોકલ અને એસટીડી કોલિંગ સાથે ફ્રી રોમિંગ સુવિધા હતી. સાથે જ આ પ્લાનમાં રોજ 100 એસએમએસ અને 1GB 3G/4G ડેટા પણ મળતા હતા. પરંતુ પ્લાનની વેલિટીડી માત્ર 10 દિવસની છે.

Jioનો 98 રૂપિયાનો પ્લાન

Jioના 98 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલન  સુવિધા સાથે જ ફ્રી રોમિંગ કોલ્સ, 140 SMS  અને 2.1 GB  હાઇસ્પીડ 4G ડેટા મળી રહ્યા છે. આ પ્લાનમાં રોજનો ડેટા લિમિટ 0.15 GB છે. લિમિટ પૂર્ણ થયા બાદ ડેટા સ્પીડ 64 kbps રહી જશે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે.

Related posts

પંકજ અડવાણીએ જીત્યું વિશ્વ બિલિર્ડ્સ ચેમ્પિયનશિપનું ટાઈટલ, 22મીં વખત બન્યા વર્લ્ડ ચેમ્પિયન

GSTV Desk

22 વર્ષ પહેલા ગુમ થયો હતો માણસ, ગુગલની મદદથી મળી લાશ

Kaushik Bavishi

રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો કાલથી લાગુ, નિયમોના ભંગ બદલ દંડ વસૂલવા ટ્રાફિક પોલીસ સજ્જ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!