એરટેલના 199 રૂપિયાના પ્લાનમાં હવે મળશે વધારે ડેટા

ભારતીય ટેલીકૉમ દિગ્ગજ ભારતી એરટેલે પોતાના લોકપ્રિય પ્રીપેડ પ્લાનને રિવાઇઝ કર્યો છે. આ પ્લાન 199 રૂપિયાનો છે. જે હેઠળ હવે કંપની યૂઝર્સને દરરોજ 1.4GB ડેટા આપે છે. પરંતુ હવે તેને વધારીને 1.5GB ડેટા કરી દેવામાં આવ્યો છે, એટલેકે મહિનામાં તમને 2.8GBનો એડિશનલ ડેટા આ જ કિંમતે આપવામાં આવે છે.

જોકે, રિલાયન્સ જિયો દ્વારા આ જ કિંમત પર આપવામાં આવતો ડેટા અત્યારે પણ એરટેલથી વધારે છે. Jioની વાત કરીએ તો અહીં તમને 198 રૂપિયામાં દરરોજ 2GB 4G ડેટા મળે છે. આ પ્લાનમાં મળતા બીજા લાભની વાત કરીએ તો અહીં અનલિમિટેડ લોકલ નેશનલ વૉઇસ કૉલ આપવામાં આવે છે. દરરોજ 100 SMS કરી શકીએ છીએ અને તેની વેલિડિટી 28 દિવસની છે. કુલ ડેટાની વાત કરીએ તો જિયોમાં તમને 56GB ડેટા મળે છે, જ્યારે એરટેલ તેનાથી 14GB ઓછુ છે. જોકે, આ અગાઉ એરટેલનો ડેટા વધુ ઓછો હતો.

અહીં જણાવવાનુ કે હવે કંપનીઓ નવો પ્લાન લાવવાને બદલે જૂના પ્લાનને રિવાઇઝ કરી રહી છે. હાલમાં જ બીએસએનએલે પણ પોતાનો જૂનો 399નો પ્લાન રિવાઇઝ કરીને વધુ ડેટા આપવાની જાહેરાત કરી છે. 399 રૂપિયા જૂના પેકમાં કંપની દરરોજ 1GB 3G ડેટા આપતી હતી, પરંતુ હવે તેને બદલીને દરરોજ 3.21GB ડેટા કરી દેવામાં આવ્યો છે.

આ મામલામાં બીએસએનએલ જિયોથી આગળ છે, કારણકે આ જ પ્લાનમાં જિયો દરરોજ 1.5GB ડેટા આપે છે. જોકે, જિયો 4G ડેટા આપે છે, જ્યારે બીએસએનએલ 3G ડેટા આપે છે. વેલિડિટી પણ બીએસએનએલની 74 દિવસ છે, જ્યારે જિયોના આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે.

આ સિવાય બીએસએનએલે થોડા સમય પહેલા જ એક પ્રીપેડ પ્લાન લૉન્ચ કર્યો હતો, જે 1312નો છે. આ વાર્ષિક પ્લાન છે અને તે મુજબ 5GB ડેટા, અનલિમિટેડ લોકલ નેશનલ કૉલ્સ અને 1000 એસએમએસ આપવામાં આવે છે અને તેની વેલિડિટી એક વર્ષની છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter