GSTV
Home » News » Airtel લાવ્યું 159 રૂપિયાનો  ધાંસૂ પ્લાન, જાણો મળશે કેટલો ડેટા અને કૉલિંગ

Airtel લાવ્યું 159 રૂપિયાનો  ધાંસૂ પ્લાન, જાણો મળશે કેટલો ડેટા અને કૉલિંગ

એરટેલ પોતાના ગ્રાહકો માટે એક મજેદાર પ્રીપેડ પ્લાન લાવ્યું છે. જેમાં ઓછી કિંમતમાં ભરપૂર ડેટા અને અનલિમિટેડ કૉલ્સ સહિત અનેક ફાયદા મળશે. જિયો અને વોડાફોનને ટક્કર આપવા માટે એરટેલે 159 રૂપિયાનો પ્રિપેડ પ્લાન લૉન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને દૈનિક 1જીબી ડેટાની સાથે અનલીમિટેડ કૉલિંગની પણ સુવિધા મળશે.

આ પ્લાનની વેલીડીટી 21 દિવસની છે. એરટેલ યુઝર્સને 21 દિવસ સુધી દૈનિક 1જીબી ડેટાની સાથે અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલ્સનો લાભ પણ આપી રહ્યું છે. આ ઉપરાંત ગ્રાહકોને દૈનિક 100 એસએમએસ પણ આપવામાં આવી રહ્યાં છે. વોડાફોન પણ આવોજ પ્લાન 159 રૂપિયામાં અને જિયો 149 રૂપિયામાં આપી રહ્યું છે.

Vodafone

વોડાફોને જિયો અને એરટેલને ટક્કર આપવા માટે એક નવો પ્લાન લૉન્ચ કર્યો છે. આ પ્લાનની કિંમત 159 રૂપિયા છે. વોડાફોનના આ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગ અને ડેટા આપવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ પ્લાનની ટક્કરમાં એરટેલ અને જિયોના 149 રૂપિયાના પ્લાન સાથે થશે.

વોડાફોનના આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં 28 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે સાથે જ યુઝર્સ અનલિમિડેટ કૉલિંગનો પણ લાભ લઇ શકશે.

કંપનીએ 159 રૂપિયાનો પ્લાન તમામ સર્કલો માટે લૉન્ચ કર્યો છે. જ્યાં કંપની 4જી સેવા આપી રહી છે ત્યાં આ પ્લાન લૉન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં યુઝર્સને ફક્ત કૉલિંગ અને ડેટાનો જ લાભ નહી પરંતુ એસએમએસનો લાભ પણ મળી રહ્યો છે.

કૉલિંગ માટે યુઝર્સને દરરોજ 250 મિનિટ મળશે. તેના માટે અઠવાડિયાની એક હજાર મિનિટની લિમિટ રહેશે.

Jio

જિયોના 149 રૂપિયાના પ્લાનની વેલિડિટી 28 દિવસની છે અને તેમાં 42જીબી ડેટાની સાથે દરરોજ 1.5 જીબી એડિશનલ ડેટા આપવામાં આવી રહ્યો છે એટલે કે તમે કુલ 84જીબી ડેટા ફક્ટ 149 રૂપિયામાં મેળવી શકો છો.

Related posts

દીદીની મુશ્કેલીમાં વધારો, પ.બંગાળમાં ડોક્ટરની હડતાળ બાદ રાજ્યના કર્મચારીઓની હડતાલ

Nilesh Jethva

રાજ્યની આ શાળાના બાળકોએ કર્યો શિક્ષણનો બહિષ્કાર, જાણો શું છે મામલો

Nilesh Jethva

વરસાદની સીઝનમાં કાર ના થઈ જાય બે-કાર, તે માટે રાખો આટલું ધ્યાન

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!