જઈ રહેલા યૂઝર્સને રોકવા Airtelએ ફરીથી રજૂ કર્યો આ શાનદાર રીચાર્જ પ્લાન

હાલમાં Airtelએ 35 રૂપિયાનુ ન્યૂનત્તમ રીચાર્જ લૉન્ચ કર્યુ હતું. કંપનીનુ આ મિનિમમ રીચાર્જ યૂઝર્સને પસંદ આવ્યું નથી અને યૂઝર્સ બીજી કંપનીઓની સેવાઓ તપાસવા લાગ્યાં. જેના કારણે કપનીને ઘણુ નુકસાન સહન કરવુ પડ્યું. હવે યૂઝર્સને સ્થાયી રાખવા માટે કંપનીએ 100 અને 500 રૂપિયાના પ્લાનને ફરીથી લાગુ કરી દીધો છે. એરટેલના યૂઝર્સ આ બે પ્લાનને વધારે પસંદ કરે છે, જેને જોઈને કંપનીએ આ પ્લાનને ફરી વખત ઉપલબ્ધ કરાવી દીધો છે.

Airtelના 100 અને 500 રૂપિયાવાળા પ્લાનની વાપસી

Airtelના 100 રૂપિયા અને 500 રૂપિયાવાળા પ્લાનની વાત કરીએ તો 100 રૂપિયાવાળા પેકની મુદ્દત 28 દિવસની છે અને તેમાં 81.75નો ટૉકટાઈમ મળશે. તો 500 રૂપિયાવાળા પ્લાનની મુદ્દત પણ 28 દિવસની છે અને તેમાં 420.73 રૂપિયાનો ટૉકટાઈમ મળશે. જોકે, મુદ્દત સમાપ્ત થયા બાદ યૂઝર્સને આઈટગોઈંગ કૉલિંગનો લાભ મળશે નહીં, પરંતુ ઈનકમિંગ કૉલનો લાભ લાઈફટાઇમ મળતો રહેશે. ઉલ્લેખનીય છે કે આ બંને પ્લાનમાં યૂઝર્સને કઈ પણ પ્રકારનો ડેટા અને મફત એસએમએસ મળશે નહીં.

Airtelના 119 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનમાં થયો ફેરફાર

હાલમાં જ એરટેલે પોતાના 119 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર બાદ યૂઝર્સને આ પ્લાનમાં પહેલાની સરખામણીએ ઓછો ડેટા આપવામાં આવશે. હવે એરટેલના આ પ્લાનમાં યૂઝર્સને 1 જીબી ડેટા આપવામાં આવશે. આ અગાઉ આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કૉલિંગની સાથે 300 એસએમએસ આપવામાં આવતા હતાં. આ સિવાય 2 જીબી 2જી/3જી/4જી ડેટા આપવામાં આવતો હતો.

હવે આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કૉલિંગની સાથે 300 એસએમએસ અપાઈ રહ્યાં છે. તો ડેટાને ઘટાડીને 1 જીબી 2જી/3જી/4જી ડેટા કરી દીધો છે. આ પ્લાનની મુદ્દત બે પ્રકારે આપવામાં આવી છે. જેમાં ઓપન માર્કેટ પ્લાન 14 દિવસનો છે અને અમૂક યૂઝર્સને આ પ્લાનમાં 28 દિવસની મુદ્દત અપાઈ રહી છે. એટલેકે આ પ્લાનની વેલિડિટી અલગ-અલગ દિવસની છે. ગ્રાહક કંપનીની વેબસાઈટ અથવા માય એરટેલ મોબાઈલ એપ દ્વારા આ પ્લાનની ઉપલબ્ધતા જોઈ શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter