એરટેલના ગ્રાહકોને મળી રહ્યું છે રૂપિયા 1500 સુધીનું ડિસ્કાઉન્ટ

Reliance Jioના આવ્યા બાદ કંપનીઓ પોતાના ગ્રાહકોને જાળવી રાખવા માટે અને નવા ગ્રાહકોને જોડવા માટે કેટલીક નવી ઑફર લૉન્ચ કરી રહી છે. આ જ તબક્કે હવે Airtelએ નવી રેફરલ સ્કીમ લોન્ચ કરી છે. આ સ્કીમ હેઠળ કંપની બીજા નેટવર્કવાળા ગ્રાહકોને એરટેલ પોસ્ટપેડ સાથે જોડવાથી પોતાના પોસ્ટપેડ ગ્રાહકોને 1500 રૂપિયા સુધીનો લાભ આપી રહી છે. એટલેકે જો એરટેલનો પોસ્ટપેડ ગ્રાહક કોઈ બીજી કંપનીના ગ્રાહકને એરટેલ પોસ્ટપેડ રેફર પૉલિસી હેઠળ એરટેલ પોસ્ટપેડસાથે જોડશે તો તેના બિલમાં 1500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

આ છે એરટેલ રેફરલ સ્કીમ

આ સ્કીમ હેઠળ જો એરટેલ પોસ્ટપેડ ગ્રાહક કોઈ બીજા નેટવર્ક યૂઝરને એરટેલ પોસ્ટપેડ સાથે જોડે છે તો તેને પોતાના બિલમાં 150 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ 50 રૂપિયાની ત્રણ કુપન્સ તરીકે મળશે. આ સ્કીમ હેઠળ એક ગ્રાહક મહત્તમ 10 યૂઝર્સને રેફર કરી શકે છે. એટલેકે ગ્રાહક પોતાના બિલમાં કુલ 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

એરટેલના જૂના ગ્રાહકની સાથે-સાથે નવા ગ્રાહકને પણ આ ડિસ્કાઉન્ટનો લાભ મળશે. મળનારી ત્રણ કુપન એરટેલ એપ પર લિંક કરેલા નંબરમાં ક્રેડિટ થઈ જશે. બાદમાં તેનો ઉપયોગ બિલની ચૂકવવા સમયે કરાઈ શકે છે. જૂના ગ્રાહક અને નવા ગ્રાહકને કૂપન નંબર ચાલુ થવાની 24 કલાકની અંદર મળી જશે. આ સેવાનો લાભ ફક્ત માય એરટેલ એપ દ્વારા દ્વારા લઈ શકાય છે.

માય એરટેલ એપમાં લૉગઇન કર્યા બાદ નીચેની તરફ સ્ક્રોલ કરવાથી નોટિફિકેશનમાં ‘Rs. 150 discount on your postpaid bill’ પર ક્લિક કરો. અહીં એક રેફરલ કોડ હોય છે. પોતાના રેફરલ કોડને કોપી કરો અને જેને પણ એરટેલ સાથે જોડવા ઈચ્છો છો, તે મિત્ર સાથે શેર કરી દો. એક વખત મિત્ર શેર લિંક પર ક્લિક કર્યા બાદ ઑનલાઇન પ્રોસેસ પૂર્ણ કરશે તો એરટેલ સેવા અધિકારી તેનો સંપર્ક કરશે. જેવી આ પ્રક્રિયા પૂર્ણ કરીને તે એરટેલ પોસ્ટપેડ સાથે જોડાશે તો બંનેને આ યોજનાનો લાભ મળશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter