GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

એરટેલે લોન્ચ કર્યા 50GB 4G ડેટા અને અનલિમિટેડ કૉલિંગનાં પ્લાન

એરટેલે દિવાળી પર પોતાના યુઝર્સો માટે એક ખાસ ઓફર લઇને આવ્યું છે. આ ઉપરાંત કંપનીએ કેટલાક પ્લાન્સમાં ડેટાની લિમિટ વધારી દીધી છે. આ પ્લાન કંપનીના માઇપ્લાન ઇન્ફિનિટિ સીરીઝ હેઠળ રજૂ કરવામાં આવશે. આ 999 રૂપિયા મહિનાનો પ્લાન છે. આ પ્લાન નવા અને જૂના એમ બંને યૂર્ઝસ માટે છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ ક઼લિંગ અને ડેટાની પણ ઓફર છે.

999 રૂપિયાના પ્લાનમાં પોસ્ટપેડ યૂઝર્સને રોમિંગમાં અનલિમિટેડ ઇનકમિંગ કૉલ અને આઉટગોઇંગ કૉલની સુવિધા મફતમાં મળશે. આ પ્લાનમાં 50GB 3જી અને 4જી ડેટા મફતમાં મળશે. મહત્વની વાત એ છે કે, એરટેલ 999 રૂપિયાના આ પ્લાનને લેનાર યુઝર્સને 6 મહિના માટે સ્ક્રીન રિપ્લેસેન્ટની ઓફર આપી રહ્યું છે.

આ ઉપરાંત એરટેલે 399 રૂપિયાના પ્લાનામાં અનલિમિટેડ કૉલિંગ અને તેની સાથે 10GB ડેટા મળી રહ્યો છે. 499 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને 20GB ડેટાના સાત અનલિમિટેડ કૉલિંગ મળી રહ્યો છે. જ્યારે 649 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગની સાથે 30GB ડેટા મફતમાં આપવામાં આવી રહ્યાં છે. તો વળી, 799 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગની સાથે 40GB ડેટા મફત આપવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જિયોના જિયો ફોનને ટક્કર આપવા માટે એરટેલે સસ્તો 4G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જેના માટે એરટેલે કાર્બન મોબાઇલની સાથે ભાગીદારી કરી છે અને આ હેન્ડસૈટને કાર્બન A40 ઇન્ડિયનના નામથી ઓળખવામાં આવશે. આ ફોન એરટેલની ખાસ ઓફરની સાથે 2,899 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. એરટલેનો દાવો છે કે, તેની પ્રભાવી કિંમત 1,399 રૂપિયા હશે.

Related posts

ભારત બન્યો દુનિયાનો બીજા નંબરનો સૌથી વધુ મોબાઈલ(Mobile)નું ઉત્પાદન કરનારો દેશ

Mansi Patel

આવી ગઇ Hondaની સૌથી સસ્તી BS6 એન્જિનવાળી બાઇક, કિંમત જાણશો તો આજે જ બુક કરાવી દેશો

Bansari

જયપુરના એન્જિનિયરોએ તૈયાર કરી સ્વદેશી એપ, ચાઈનીઝ એપને ટ્રેક કરવામાં કરે છે મદદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!