GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

એરટેલ પેમેન્ટ બેંક પરનો પ્રતિબંધ હટાવી લીધો, જાણો કારણ

એરટેલ પેમેન્ટ બેંક પરનો પ્રતિબંધ હટાવીને ઈ-કેવાઈસી દ્વારા નવા ગ્રાહક બનાવી શકશે. ભારતીય રિઝર્વ બેંકે તેના પરથી પ્રતિબંધ હટાવી લીધા છે. એરટેલે એક નિવેદન જાહેર કરીને તેની જાણકારી આપી હતી.

એરટેલે કહ્યું કે RBI અને આધાર ઑથોરિટી યૂનીક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયાથી તેને આ મામલે અનુમતિ મળી ગઇ છે. RBI તરફથી અનુમતી મળ્યા પછી એરટેલ આધાર બેસ્ડ ઈ-કેવાઈસી દ્વારા ગ્રાહકોની ચકાસણી કરી શકશે. કંપનીએ પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે અમે સરકારનાં નાણાકીય સમાવેશ અને બેંકિગ લક્ષ્યોને પૂરા કરવા માટે પ્રતિબદ્ધ છે.

તમને જણાવી દઇએ કે,માર્ચ મહિનામાં એરટેલ પેમેન્ટ્સ બેંક પર આધાર વેરિફિકેશનનો અનુચિત ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો. કંપની પર આરોપ લાગ્યો હતો કે મોબાઇલ નંબરને આધાર સાથે લિંક કરવા માટે આવતા ગ્રાહકોનાં પેમેન્ટ્સ બેંકમાં ખાતા ખોલવામાં આવી રહ્યા છે. આ કામ ગ્રાહકની જાણકારી વગર થઇ રહ્યું છે.

તેના લીધે એરટેલ પેમેન્ટ્સ બેંક પર 5 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો. આ સાથે ભારતીય રિઝર્વ બેંકે તેની પર પ્રતિબંધ પણ લગાવી દીધો હતો.

Related posts

હદથી વધારે સ્માર્ટફોનનો વપરાશ મેન્ટલ હેલ્થ પર અવળી અસર કરે છે, જાણો કેવી રીતે…

Ankita Trada

POK માટે મોદી સરકાર પાકિસ્તાન પર કરી શકે છે હુમલો, રાજનાથસિંહ ન બોલીને ઘણું બોલી ગયા

Dilip Patel

જાણો કંઈ પરિસ્થિતિઓમાં તમારી હેલ્થ પોલિસીમાં નહી મળે Corona Virus નું કવર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!