GSTV
Home » News » Jioને ટક્કર : 399 રૂપિયાના રિચાર્જ આ કંપની આપી રહી છે 400 રૂપિયાનું કેશબેક

Jioને ટક્કર : 399 રૂપિયાના રિચાર્જ આ કંપની આપી રહી છે 400 રૂપિયાનું કેશબેક

ટેલિકોમ ક્ષેત્રમાં જિયોના પ્રવેશ ભારતીય ટેલીકોમ બજારમાં હરિફાઇનો એક નવો જ દોર શરૂ થયો છે. તમામ મોટી ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે અનેક ઓફર્સો નિકાળતી રહે છે. એવામાં એરટેલે પોતાનાં ગ્રાહકોને માટે એક નવી જ કેશબેક ઓફર રજૂ કરી છે. આ કેશબેક ઓફર કંપનીએ પોતાનાં તે ગ્રાહકો માટે આ કેશબેક ઓફર નિકાળી છે કે જે 399 રૂપિયાનાં રિચાર્જ પ્લાન કરાવશે.

આ ઓફર અંતર્ગત જો ગ્રાહક 399 રૂપિયાનું રિચાર્જ કરાવશે તો તેઓને 400 રૂપિયાનું કેશબેક મળશે. એટલે કે આ ઓફર અંતર્ગત રિચાર્જ કરાવનાર ગ્રાહકોને 100 ટકા કેશબેક મળશે. જો કે આમાં કંઇક શરતો પણ શામેલ છે.

કંપની દ્વારા આપવામાં આવી રહેલ કુલ 400 રૂપિયાનું કેશબેક ગ્રાહકોને 50 રૂપિયાનાં વાઉચર્સનાં રૂપમાં મળશે. આ વાઉચર્સનો ઉપયોગ ગ્રાહકો ભવિષ્યમાં કરવામાં આવતા રિચાર્જ દરમ્યાન કરી શકશે. બસ શરત એ રહેશે કે આગામી 399નાં રિચાર્જ પર માત્ર એક વાઉચરનો જ ઉપયોગ કરવામાં આવશે.

એટલે કે જો આગામી વખતે જો 399 રૂપિયાવાળા પ્લાન સાથે જો રિચાર્જ કરાવશો તો તેઓને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે રિચાર્જની કિંમત ઘટીને 349 રૂપિયા થઇ જશે. આ કેશબેક ઓફર અંતર્ગત ગ્રાહકોને 50 રૂપિયાનાં 8 વાઉચર્સ મળશે.

આ પ્રકારે ભવિષ્યમાં કરવામાં આવતા 8 નવા રિચાર્જ પર ગ્રાહકોને કુલ 400 રૂપિયાનાં ડિસ્કાઉન્ટનો ફાયદો મળશે. પરંતુ ધ્યાનમાં રહે કે આ ઓફર માત્ર 399 રૂપિયાનાં રિચાર્જ પર જ લાગુ થશે. એરટેલ ગ્રાહકોને માટે આ પ્લાન 31 માર્ચ 2020 સુધી લાગુ થશે.
Reliance Jioના આવ્યા બાદ કંપનીઓ પોતાના ગ્રાહકોને જાળવી રાખવા માટે અને નવા ગ્રાહકોને જોડવા માટે કેટલીક નવી ઑફર લૉન્ચ કરી રહી છે. આ જ તબક્કે હવે Airtelએ નવી રેફરલ સ્કીમ લોન્ચ કરી છે.

આ સ્કીમ હેઠળ કંપની બીજા નેટવર્કવાળા ગ્રાહકોને એરટેલ પોસ્ટપેડ સાથે જોડવાથી પોતાના પોસ્ટપેડ ગ્રાહકોને 1500 રૂપિયા સુધીનો લાભ આપી રહી છે. એટલેકે જો એરટેલનો પોસ્ટપેડ ગ્રાહક કોઈ બીજી કંપનીના ગ્રાહકને એરટેલ પોસ્ટપેડ રેફર પૉલિસી હેઠળ એરટેલ પોસ્ટપેડસાથે જોડશે તો તેના બિલમાં 1500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ સ્કીમ હેઠળ જો એરટેલ પોસ્ટપેડ ગ્રાહક કોઈ બીજા નેટવર્ક યૂઝરને એરટેલ પોસ્ટપેડ સાથે જોડે છે તો તેને પોતાના બિલમાં 150 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ 50 રૂપિયાની ત્રણ કુપન્સ તરીકે મળશે. આ સ્કીમ હેઠળ એક ગ્રાહક મહત્તમ 10 યૂઝર્સને રેફર કરી શકે છે. એટલેકે ગ્રાહક પોતાના બિલમાં કુલ 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

Read Also

Related posts

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah

મહેસાણા: વ્યાજખોરો બેફામ, એક વર્ષથી વ્યાજખોરોનાં ત્રાસથી યુવકે જીવન ટુંકાવ્યું

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!