ઓ..હો..હો… 1000GB હાઇસ્પીડ ડેટા Freeમાં મેળવો, ઑફર જાણવા માટે કરો ક્લિક

mobile internet price in india

એરટેલ પોતાના ગ્રાહકો માટે અત્યાર સુધીની સૌથી મોટી ઑફર લઇને આવ્યું છે. આ પ્લાનમાં ગ્રાહકોને 1000 જીબી હાઇસ્પીડ ડેટા ફ્રી આપવામાં આવી રહ્યો છે. આ પ્લાન બ્રોડબેન્ડ યુઝર્સ માટે છે. આ પ્લાનની જાણકારી એરટેલની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવી છે.

આ છે 1000જીબી ફ્રી ડેટા વાળો પ્લાન

જણાવી દઇએ કે આ બ્રોડબેન્ડ પ્લાન છે અને એરટેલે આ કોઇ નવો પ્લાન લૉન્ચ નથી કર્યો. સાથે જ તમને તે પણ જણાવી દઇએ કે આ પ્લાન સિમિત સમય માટે છે. હકીકતમાં કંપની પોતાના હાલના પ્લાન પર એક્સટ્રા 100 ટકા એક્સ્ટ્રા ડેટા આપી રહી છે.

899 રૂપિયાથી 1299 રૂપિયા સુધીનો પ્લાન

આ પ્લાન હેઠળ  60 જીબી ડેટા મળશે સાથે જ 750 જીબી બોનસ ડેટા મળશે. સાથે જ 1099 રૂપિયાના પ્લાનમાં જ્યાં પહેલાં 90 જીબી ડેટા સાથે 1000 જીબી બોનસ ડેટા આપવામાં આવતો હતો. તેવામાં હવે 1299 રૂપિયાના પ્લાનમાં પણ હવે 125 જીબી હાઇસ્પીડ ડેટા સાથે 1000 જીબી બોનસ ડેટા મળી રહ્યો છે.

જણાવી દઇએ કે બોનસ રૂપે મળતા એક્સ્ટ્રા ડેટાની વેલીડીટી એક વર્ષની હશે. જો તમે આ પ્લાનનો લાભ લેવા માંગતા હોય તો નિશ્વિત સમય મર્યાદા પહેલાં તમારે રિચાર્જ કરાવવું પડશે. સાથે જ જણાવી દઇએ કે આ ઑફરનો લાભ તમને ઑફલાઇન રિચાર્જ પર નહી મળે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter