GSTV
Gujarat Government Advertisement

માત્ર રૂ. 279માં આ કંપની આપી રહી છે 4 લાખનો Life Insurance, સાથે અનલિમિટેડ કોલિંગ-ડેટા

Last Updated on May 12, 2021 by Dhruv Brahmbhatt

ભારતીય ટેલીકોમ કંપની એરટેલ (Airtel) એ તાજેતરમાં જ બે નવા પ્રીપેઇડ રિચાર્જ પ્લાન (Prepaid Recharge Plan) લોન્ચ કર્યાં છે, જેને એક્ટિવેટ કરાવવા પર ગ્રાહકોને ફ્રી કોલિંગ અને હાઈ સ્પીડ 4G ઇન્ટરનેટ સિવાય હેલ્થ ઈન્સ્યોરન્સ (Health Insurance) નો પણ લાભ આપવામાં આવી રહ્યો છે.

AIRTEL

279 રૂપિયામાં 4 લાખનો ઈન્સ્યોરન્સ

કંપનીના અનુસાર, જો ગ્રાહક 279 રૂપિયાવાળો રિચાર્જ પ્લાન એક્ટિવ કરાવે છે તો તેને દરરોજ 1.5GB હાઈ સ્પીડ 4G ડેટા, કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, દરરોજના 100 SMS મોકલવાની સુવિધાની સાથે 4 લાખ રૂપિયાનો લાઇફ ઈન્સ્યોરન્સ પણ મળશે. આ લાઇફ ઈન્સ્યોરન્સ માટે કોઈ મેડિકલ ટેસ્ટ અને પેપરવર્કની જરૂર નહીં પડે. માત્ર એટલું જ નહીં પરંતુ 28 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં એરટેલ Xstream Premium નું સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઇએ કે, ડેઇલી લિમિટ પૂર્ણ થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઓછી થઈ જશે.

કોરોના

2 લાખનો લાઇફ ઈન્સ્યોરન્સ માત્ર 179 રૂપિયામાં

એરટેલે 179 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં 2 લાખ રૂપિયાના લાઇફ ઈન્સ્યોરન્સની પણ ઓફર આપી છે. આ રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, જેમાં 2GB હાઈ સ્પીડ 4G ઈન્ટરનેટ અને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે સાથે રોજના 300 SMS મોકલવાની સુવિધા મળી રહી છે. માત્ર એટલું જ નહીં પ્લાનમાં એરટેલ Xstream Premium નું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. મહત્વનું છે કે દરરોજની લિમિટ પૂરી થયા બાદ સ્પીડ ઓછી થઈ જાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!