GSTV
Auto & Tech Trending

Airtel પોતાના ગ્રાહકોને આપી રહ્યુ છે ફ્રીમાં 1 GB ડેટા, આ ગ્રાહકોને મળશે ઓફરનો ફાયદો

એરટેલ પોતાના ગ્રાહકોને ફ્રીમાં એક જીબી હાઈ સ્પીડ ડેટા આપી રહ્યુ છે. જો કે, આ ફ્રી ડેટા તમામ ગ્રાહકો માટે નથી, પણ અમુક પસંદીદા ગ્રાહકોને જ મળી રહ્યુ છે. એરટેલની આ ફ્રી ડેટા ઓફર ત્રણ દિવસ માટે જ છે. કંપની આ ઓફર માટે ગ્રાહકોને મેસેજ મોકલી જાણ કરે છે.

ફ્રીમાં વન જીબી ડેટા

જણાવી દઈએ કે, ગત મહિનએ જીઓએ પણ પોતાના ગ્રાહકોને ફ્રીમાં 2 જીબી ડેટા આપ્યુ હતું. એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, યુઝર્સે 48 રૂપિયાનું રિચાર્જ કરાવ્યુ અને તેને 4 જીબી ડેટા મળ્યો, જ્યારે આ પ્લાનમાં 3 જીબી ડેટા જ મળે છે. આ માટે એરટેલે મેસેજ પણ કર્યો હતો. તથા સાથે જણાવ્યુ હતું કે, તેની વેલિડિટી ત્રણ દિવસની છે. મેસેજમાં એવુ પણ કહેવાયુ હતું કે, આ ઓફર ટ્રાયલ તરીકે શરૂ કરવામાં આવી છે.

48 અને 49 રૂપિયાના રિચાર્જમાં પણ મળે છે ડેટા ફ્રી

48 ઉપરાંત 49 રૂપિયાના સ્માર્ટ રિચાર્જ પર પણ 1 જીબી ડેટા ફ્રી મળી રહ્યુ છે. આ પ્લાનમાં 100 એમબી ડેટા અને 38.52 રૂપિયાનો ટોકટાઈમ મળે છે. પણ કંપની હવે 1 જીબી ડેટા આપી રહી છે, જેની વેલિડિટી ત્રણ દિવસની છે. ત્યારે કહી શકાય છે કે, એરટેલ નાની રકમના પ્લાનમાં સાથે ફ્રી ડેટા પણ આપી રહી છે.

READ ALSO

Related posts

સંશોધનમાં દાવો: અપરિણીત લોકોની હાર્ટ એટેકથી મૃત્યુ થવાની શક્યતા વધુ , તેઓ રોગનો સામનો કરવામાં ઓછા સક્ષમ હોય છે

Zainul Ansari

હરિયાણાના ક્રિકેટરે ઋષભ પંત સાથે 1.5 કરોડથી વધુની છેતરપિંડી કરી, બ્રાન્ડેડ ઘડિયાળ આપવાના નામે પડાવ્યા લાખો રૂપિયા

Zainul Ansari

ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી 4.0ની તૈયારી શરૂ, અમદાવાદમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટન્સી સેન્ટર શરૂ

Zainul Ansari
GSTV