GSTV

1 વર્ષ સુધી ફ્રીમાં Amazon પર જુઓ ફિલ્મો, જુઓ આ ધમાકેદાર ઓફર

Airtel પોતાના પોસ્ટપેડ અને વી-ફાઇબર બ્રોડબેન્ડ ગ્રાહકોને એરટેલ TV એપ ડાઉનલોડ કરવા પર Amazon પ્રાઇમ સર્વિસનું સબક્રિપ્શન 1 વર્ષ સુધી મુફ્તમાં આપી રહ્યું છે. પહેલા આ પ્રમોશન માત્ર કેટલાક યુઝર્સ માટે હતું. જોકે હવે તેને વેલિડ યૂઝર્સ માટે રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે. આ ઓફર બાદ એરટેલ ગ્રાહક અમેઝોનની વીડિયો સ્ટ્રીમિંગ સેવાઓને મુફ્તમાં લઇ શકશે.

આ ઓફર માત્ર તે એરટેલ પોસ્ટપેડ ગ્રાહકો માટે છે જે 499 રૂપિયા અથવા તેનાથી વધારેની માયઇનફિનિટિ પ્લાન ખરીદે છે અને તે વી-ફાઇબર બ્રોડબેન્ડ ગ્રાહકો માટે છે જે 1000 રૂપિયા અને તેનાથી વધારેનો પ્લાન ખરીદે છે.

રિપોર્ટ્સના મુજબ એરટેલ અને એમેઝોન વચ્ચે આ ભાગીદારી માત્ર ડિસેમ્બર સુધી છે. એટલે કે જો ગ્રાહક અત્યારે સર્વિસને ઉપલબ્ધ કરાવે છે તો તેને 12 મહીના સુધી ઓફરનો લાભ મળશે. જો કોઇ ગ્રાહક એપ્રિલમાં સર્વિસ લે છે તો માત્ર 9 મહિનાનો લાભ મળશે.

સૌથી મહત્વપૂર્ણ બાબત જે ગ્રાહકે જાણવી જરૂરી છે તે અમેઝોન પ્રાઇમ સબસ્ક્રિપ્શનમાં મફતમાં એમેઝોન વીડિયોની એક્સેસ મળશે. સાથે જ એમેઝોન એક્સક્લૂઝિવ ડીલ્સ પર અર્લી એક્સેસ પણ મળશે.

આ રીતે મેળવો એરટેલની ફ્રી એમેઝોન પ્રાઇમ સબ્સક્રિપ્શન ઓફર :

1 ઓફર મેળવવા માટે વેલિડ કસ્ટમર્સે એરટેલ ટીવી એપ ડાઉનલોડ કરી રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી લોગિન કરવાનું રહેશે.

2 એકવાર લોગ ઇન થઇ જાય બાદમાં યૂઝર્સ નીચે સ્ક્રોલ કરવા પર એમેઝોન પ્રાઇમનું બેનર નજરે પડશે.

3 બેનર પર ક્લિક કરતા જ ડાયલોગ બોક્સ નજરે પડશે, જેમાંથી પ્રાઇમ સર્વિસની જાણકારીઓ આપવામાં આવી હશે. તેમાં એક્ટિવેટ નાઉ પર ક્લિક કરવું.

4 ત્યારબાદ યૂઝર્સે પોતાના એમેઝોન લોગ ઇન ક્રિએટ કરવાનું રહેશે.

5 એકવાર તમામ વેરિફાઇ થઇ જાય બાદમાં ગ્રાહક 365 દિવસો માટે એમેઝોન પ્રાઇમ સબ્સક્રિપ્શનનો લાભ ઉઠાવી શકશે.

આ ઓફર તે એમેઝોન યૂઝર્સ માટે છે જેની પાસે પહેલાથી જ પ્રાઇમ મેમ્બરશિપ ન હોય. જો પહેલાથી જ છે તો તેણે પૂર્ણ થવાની રાહ જોવી પડશે.

Related posts

જાહેરક્ષેત્રની 12 બેન્કોના 19,964 કરોડ રૂપિયા માત્ર 3 મહિનામાં ડૂબ્યા : રાખજો સાવધાની, આ બેન્ક નંબર વન

Bansari

અગત્યનું/ પાલતુ જાનવર માટે હવે લેવું પડશે લાયસન્સ, આ કામ નહીં કરો તો થશે કાર્યવાહી

Bansari

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!