GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

Airtelએ લૉન્ચ કર્યો 169 રૂપિયાનો પ્લાન, મળશે આ સુવિધા

ટેલીકૉમ ઈન્ડસ્ટ્રીમાં રિલાયન્સ જિયોની એન્ટ્રી થયા બાદ અન્ય ટેલીકૉમ ઑપરેટર ટેરિફ વૉરનો સામનો કરી રહ્યાં છે. ગ્રાહકોને લલચાવવા માટે ટેલીકૉમ ઑપરેટર્સે સસ્તા પ્લાન જાહેર કરવા પડી રહ્યાં છે. આ સ્પર્ધા તે સમયે વધુ ધમાકેદાર થઇ ગઇ, જ્યારે કંપનીઓએ હાજર પ્લાનને રિવાઇઝ કરવાનું શરૂ કરી દીધું છે. આ જ ક્રમમાં એરટેલે 169 રૂપિયાનો નવો પ્રીપેડ પ્લાન જાહેર કર્યો છે.

નવા પ્લાન હેઠળ યૂઝર્સને દરરોજ 1 જીબી ડેટા, 100 એસએમએસ મળશે. આ ઉપરાંત યૂઝર્સને અનલિમિટેડ નેશનલ વૉઇસ કૉલિંગની સુવિધા પણ મળશે. આ પ્લાન 28 દિવસની મુદ્દત સાથે આવે છે અને કંપનીએ આ પ્લાનને પોતાના વેબસાઇટ પર લાઇવ કર્યો છે.

ગયા અઠવાડિયે વોડાફોને પણ આ સેગમેન્ટમાં નવો પ્લાન જાહેર કર્યો હતો. વોડાફોનના પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ નેશનલ અને લોકલ કૉલિંગ દરરોજ 100 એસએમએસની સાથે મળે છે. વોડાફોનના પ્લાન સાથે તુલના કરીએ તો એરટેલના પ્લાનમાં અનલિમિટેડ નેશનલ કૉલિંગ મળે છે, જ્યારે વોડાફોનના પ્લાનમાં એસયૂપી લિમિટની સાથે ફ્રી કૉલિંગ મળે છે.

વોડાફોનના પ્લાનમાં યૂઝર્સને દરરોજ 250 મિનિટ અને અઠવાડિયામાં 1000 મિનિટ મળે છે. જ્યારે એરટેલના 169 રૂપિયાના પ્લાનમાં આવી કોઇ મર્યાદા નથી. વોડાફોન પ્લાનની મુદ્દત પણ 28 દિવસની છે. આ પ્લાનમાં પણ યૂઝર્સને દરરોજ 1 જીબી ડેટા દરરોજ મળે છે. એરટેલનો આ પ્લાનનો સીધો મુકાબલો વોડાફોનના પ્લાનની સાથે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં એરટેલે પોતાનો 199 રૂપિયાનો પ્લાન રિવાઇઝ કર્યો હતો. જેમાં યૂઝર્સને પહેલાના 1.4 જીબી ડેટાના મુકાબલે 1.5 જીબી ડેટા મળે છે.

READ ALSO

Related posts

હાથીની હત્યા કરવા બદલ IPCની આ ધારા મુજબ મળશે સજા, લાગુ થશે આ એક્ટ

Nilesh Jethva

બગોદરા પોલીસે ચોખા ભરેલી પીકઅપ વાન ઝડપી, ચોખાની ખરીદી અંગે યોગ્ય જવાબ ન આપતા કાર્યવાહી

Nilesh Jethva

પાકિસ્તાનમાં ભારતીય ડિપ્લોમેટને પરેશાન કરવા આઇએસઆઇના માણસો કરી રહ્યા છે આવી હરકતો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!