GSTV
Home » News » Jio થી પણ સસ્તા Airtelના આ પ્લાનમાં દરરોજ મળશે 3.5GB  ડેટા

Jio થી પણ સસ્તા Airtelના આ પ્લાનમાં દરરોજ મળશે 3.5GB  ડેટા

જિયોને ટક્કર આપવા માટે ટેલિકોમ કંપનીઓ વચ્ચે ઘમાસાન ચાલતું હોય છે તેવામાં એરટેલ પણ નવા પ્લાન સાથે મેદાનમાં ઉતર્યું  છે. એરટેલના આ પ્લાનમાં યુઝર્સને દૈનિક 3.5GB ડેટા મળશે. આ પ્લાનમાં યુઝર લોકલ, એસટીડી અને રોમિંગમાં અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં યુઝરને કુલ 98 GB ડેટા મળશે. આ પ્લાનની કિંમત રૂ.799 છે. આ પ્લાન કંપનીના પ્રિપેઇડ યુઝર માટે છે.

રિલાયન્સ જિયોના રૂ.799ના પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ ઇન્ટરનેટની સુવિધા મળી રહી છે. આ ઉપરાંત યુઝર્સને લોકલ, એસટીડી અને રોમિંગમાં અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા મળશે. યુધરને દૈનિક 3 GB ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં યુઝરને કુલ 84 GB ડેટા મળશે.

એરટેલે તાજેતરમાં રૂ.399નો પ્લાન લોન્ચ કર્યો હતો. આ પ્લાનમાં યુઝર્સને 56 દિવસ સુધી દૈનિક 1GB ડેટા આપવામાં આવે છે, સાથે જ અનલિમિટેડ કોલ્સ ની પણ સુવિધા આપવામાં આવે છે. રૂ.448ના પ્લાનમાં 70 દિવસની વેલિડીટી સાથે આ જ સુવિધાઓ આપવામાં આવે છે.

Related posts

બેટી બચાવવાનો દાવો પોકળ, રાજ્યમાં ખુલ્લેઆમ થાય છે ગર્ભ પરીક્ષણ

Kaushik Bavishi

અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સર્જાતા માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના

Mansi Patel

વડોદરામાં મોટી માત્રામા ગૌમાંસ મળી આવતા ચકચાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!