GSTV
Home » News » આ કંપની ફક્ત 3 રૂપિયામાં આપી રહી છે 1GB ડેટા, સાથે કોલિંગ પણ Free

આ કંપની ફક્ત 3 રૂપિયામાં આપી રહી છે 1GB ડેટા, સાથે કોલિંગ પણ Free

ટેલિકોમ સેક્ટરમાં જિયો આવ્યા બાદ સસ્તા ડેટા પ્લાનની જંગ યથાવત છે. આ જંગના મેદાનમાં હવે ભારતૂ એરટેલે વધુ એક ધમાકેદાર પ્રિપેડ પ્લાન ઉતાર્યો છે. આ પ્લાન 558 રૂપિયાનો છે જેમાં યુઝર્સને 246 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. કંપનીએ આ પ્લાન 82 દિવસોની વેલિડિટી સાથે લૉન્ચ કર્યો છે.

આ પ્લાનમાં યુઝર્સને 82 દિવસો સધી 3જીબી 3જી અને 4જી ડેટા આપવામાં આવી રહ્યો છે. એટલે કે ફક્ત 2.26 રૂપિયામાં 1જીબી ડેટાનો લાભ લઇ શકાશે. આ ઉપરાંચ આ પ્લાનમાં અનલિમિટેડ કૉલ્સનો પણ લાભ મળી રહ્યો છે. આ ઉપરાંત આ પ્લાનમાં લોકોને દરરોજ 100 એસએમએસની સુવિધા આપવામાં આવી રહી છે.

કંપનીએ આ ઉપરાંત પોતાના 199 રૂપિયાના પ્લાન માટે એફયૂપી લિમિટને પણ રિવાઇઝ કરી છે. એક દિવસમાં 3જીબી ડેટા પૂરો થયા બાદ ઇન્ટરનેટની સ્પીડ 128 કેબીપીએસ થઇ જશે. આ ઉપરાંત બીએસએનએલ પોતાના ગ્રાહકો માટે ડેટા સુનામી ઑફર લઇને આવ્યું છે. તેમાં યુઝર્સને દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે.

સાથે જ જિયોએ પોતના ગ્રાહકોને ધ્યાનમાં લેતા બે નવા પ્લાન લૉન્ચ કર્યા છે. આ પ્લાનમાં ગ્રાહકોને દૈનિક 4જીબી અને 5જીબી ડેટા આપવામાં આવશે. જિયોના આ પ્લાનની ટક્કર એરટેલ, આઇડિયા અને વોડાફોન જેવી પ્રમુખ ટેલિકોમ કંપનીઓ સાથે થશે.

509 રૂપિયાનો પ્લાન

જિયોના 509 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 4જીબી હાઇ-સ્પીડ ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં ગ્રાહકોને કુલ 112 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વૉઇસ કૉલની સુવિધા પણ મળશે. સાથે જ ગ્રાહકોએ નેશનલ રૉમિંગ માટે કોઇ વધારાનો ચાર્જ ચુકવવાનો નથી. સાથે જ આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

799 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાંમ ગ્રાહકોને કુલ 140 જીબી હાઇ સ્પીડ ડેટાનો લાભ મળશે. આ પ્લાનમાં ગ્રાહકોને દૈનિક 5જીબી હાઇસ્પીડ ડેટાનો લાભ મળશે. જિયોના દરેક પ્રિપેઇડ પ્લાનની જેમ જ આ પ્લાનમાં પણ અનલિમિટેડ કૉલ્સ અને 100 એસએમએસની સુવિધા પણ મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

Related posts

VIDEO : અમદાવાદના રોડને ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ ફિલ્મનો સેટ સમજી બેઠેલા BRTS ચાલકે યુવકના માથા પર ટાયર ફેરવી દીધું

Mayur

આ ફિલ્મ એટ્રેસે આવ્યું નવી પેઢી માટે ખાસ નિવેદન, ‘સમલૈંગિકતા પર ફિલ્મો બનવી જોઇએ’

NIsha Patel

ભયાનક મેકઅપ સાથે રાનૂ મંડલે રેમ્પ પર બતાવ્યો ‘ફેશનનો જલવો’, સોશિયલ મીડિયા યુઝર્સે ઝાટકી નાંખી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!