GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

એરટેલે ‘પ્લેટિનમ’ મોબાઈલ ગ્રાહકો માટે ‘ પ્રાયોરિટી 4-G નેટવર્ક’ લોન્ચ કર્યુ

ભારતી એરટેલે સોમવારે તેના ‘પ્લેટિનમ’ મોબાઇલ ગ્રાહકો માટે ‘પ્રાયોરિટી 4 જી નેટવર્ક’ શરૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે એરટેલે તેના પ્લેટિનમ મોબાઇલ ગ્રાહકોને નેટવર્ક પર પસંદગી આપીને અદ્યતન ટેક્નોલોજીને સ્થાપિત કરી છે. પરિણામે, આ બધા ગ્રાહકો ઝડપી 4 જી ગતિનો અનુભવ કરશે.

એરટેલ ધન્યવાદ કાર્યક્રમ (થેન્ક્સ પ્રોગ્રામ)નાં ભાગરૂપે 499 રૂપિયા અને તેનાંથી ઉપરના પ્લાન પરના તમામ પોસ્ટપેડ મોબાઇલ ગ્રાહકોને પ્લેટિનમ તરીકે નિયુક્ત કર્યા છે અને તેઓ એરટેલ થેંક્સ એપ પર કસ્ટમાઇઝ્ડ પ્લેટિનમ UI સહિતના અનન્ય લાભોનો આનંદ લઈ શકાય છે. તેના સિવાય એરટેલ પ્લેટિનમ ગ્રાહકોને કોલ સેન્ટરો અને રિટેલ સ્ટોર્સ પર પ્રેફરન્શિયલ સર્વિસ સાથે રેડ કાર્પેટ ગ્રાહક સેવા મળે છે. એટલે કે, કોલ સેન્ટરો અથવા રિટેલ સ્ટોર્સ પર તેમની વિશેષ કાળજી લેવામાં આવે છે.

Airtel

બધા એરટેલ કોલ સેન્ટરો અને રિટેલ સ્ટોર્સમાં પ્લેટિનમ ગ્રાહકો માટે સમર્પિત કર્મચારીઓ છે, જેઓ તેમને પ્રાધાન્ય આપે છે, જેથી તેઓને વધુ રાહ જોવી ન પડે અને તેમના સમયની બચત થાય છે. ભારતી એરટેલના સીએમઓ શાશ્વત શર્માએ જણાવ્યું હતું કે, અમારો પ્રયાસ છે કે અમારા પ્લેટિનમ મોબાઇલ ગ્રાહકોને એરટેલ થેંક્સ પ્રોગ્રામના ભાગ રૂપે એક અલગ સેવા અનુભવ પ્રદાન કરીએ. તેથી અમે તેમને તે ‘વધારાની’ સેવાનો અનુભવ પ્રદાન કરીશું, જેમાં એક જૂનૂનની સાથે અમારી 28 કરોડની સેવા ચાલુ રાખતા તેઓને 4 જી નેટવર્ક પર તેમને ઝડપી ગતિ આપવાનું શામેલ છે. હાલના એરટેલ અને નોન-એરટેલ ગ્રાહકો ‘પ્રાયોરિટી 4 જી-નેટવર્ક’ નો અનુભવ માણવા માટે 499 થી શરૂ થતી એરટેલ પોસ્ટપેડ યોજનામાં અપગ્રેડ કરી શકે છે.

READ ALSO

Related posts

કોરોના રોજ બનાવી રહ્યો છે નવો રેકોર્ડ: આજે વિશ્વમાં સૌથી વધારે કેસ ભારતમાં, 63 હજાર લોકોને લાગ્યો ચેપ

Ankita Trada

જ્હાનવી કપૂરને એક્ટિંગ શીખવાની સલાહ અપાઈ, મિલાપ ઝવેરીએ આપ્યો આ જડબાતોડ જવાબ

Karan

મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય ઘમાસાણ: NCPના 12 ધારાસભ્યો જોડાઈ રહ્યાં છે BJPમાં, નવાબ મલિકે કર્યો આ ખુલાસો

Karan
Do NOT follow this link or you will be banned from the site!