GSTV
Home » News » આ કંપનીએ લૉન્ચ કર્યા 5 નવા પ્લાન્સ, હવે ફક્ત 35 રૂપિયામાં મળશે ઘણું બધુ

આ કંપનીએ લૉન્ચ કર્યા 5 નવા પ્લાન્સ, હવે ફક્ત 35 રૂપિયામાં મળશે ઘણું બધુ

ગ્રાહકોને પોતાની સાથે બાંધી રાખવા માટે ટેલિકોમ કંપનીઓ અવારનવાર નવા પેક અને ઑફર લઇને આવી રહી છે. આ જ ક્રમમાં એરટેલ પણ અન્ય કંપનીઓને ટક્કર આપી રહી છે. જિયોને ટક્કર આપવા માટે હવે ટેલિકોમ કંપની એરટેલ પોતાના ગ્રાહકો માટે નવા પેક લઇને આવી છે. નવા પેકમાં ગ્રાહકોને ટૉક ટાઇમ સાથે ડેટા પણ મળશે.

એરટેલે પ્રીપેડ ગ્રાહકો માટે કોમ્બો પ્લાન્સ લૉન્ચ ક્યા છે. આ પ્લાનની કિંમત 35 રૂપિયા, 65 રૂપિયા, 95 રૂપિયા, 145 રૂપિયા અને 245 રૂપિયા છે. આ પ્લાન દ્વારા 35 રૂપિયાના રિચાર્જ પર 26.5નો ટૉક ટાઇમ અને 100 એમબી 4G/3G ડેટા મળશે સાથે જ 65 રૂપિયાના પ્લાનમાં 55 રૂપિયાનો ટૉક ટાઇમ અને 200 એમબી ડેટા મળશે. બંને પ્લાનની વેલીડીટી 28 દિવસની છે.

આ ઉપરાંત 95 રૂપિયાના પ્લાનમાં 500 એમબી ડેટા અને ફુલ ટૉક ટાઇમ આપવામાં આવશે જે 28 દિવસ માટે માન્ય હશે. સાથે જ 145 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને ફુલ ટૉકટાઇમ સાથે 42 દિવસની વેલીડીટી સાથે 1 જીબી ડેટા મળશે. તેવામાં 245 રૂપિયાના પ્લાન સાથે ગ્રાહકોને ફલ ટૉકટાઇમ સાથે 2જીબી ડેટા 84 દિવસની વેલીડીટી સાથે મળશે.

Related posts

નવરાત્રીમાં વૈષ્ણોદેવી મંદિરની ગુફામાં સોનાનાં દરવાજા લગાવાશે

Mansi Patel

ઉઘાડી લૂંટ : અહીં લાઈસન્સ કાઢવાના પચ્ચીસોથી ત્રણ હજાર રૂપિયા

Mayur

Mob Lynchingને લઈને શશિ થરૂરે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહારો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!