GSTV
Home » News » એરટેલે લૉન્ચ કર્યા 998 રૂપિયા અને 597 રૂપિયાના પ્રીપેડ પ્લાન, મળશે લાંબી વેલિડિટી

એરટેલે લૉન્ચ કર્યા 998 રૂપિયા અને 597 રૂપિયાના પ્રીપેડ પ્લાન, મળશે લાંબી વેલિડિટી

ટેલીકૉમ ઑપરેટર ભારતી એરટેલે પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે લાંબી વેલિડિટીવાળા નવા ઓપન માર્કેટ પ્લાન ઈન્ટ્રોડ્યુસ કર્યા છે. હાલમાં 1699 રૂપિયાના વાર્ષિક પ્રીપેડ પ્લાનને એરટેલે બધા સર્કલ માટે ઈન્ટ્રોડ્યૂસ કર્યા હતા અને હવે બે વધુ લાંબાગાળાના પ્લાન તેમાં એડ થયા છે. લાંબાગાળાના પ્રીપેડ પ્લાનમાં હવે 998 રૂપિયા અને 597 રૂપિયાના પ્લાન પણ સામેલ થયા છે, જેની વેલિડિટી 336 અને 168 દિવસની છે.

એરટેલે આ પ્લાનને ઓપન માર્કેટ પ્લાન્સ તરીકે ઈન્ટ્રોડ્યુસ કર્યા છે. જેનો અર્થ થાય છે કે કોઈ પણ એરટેલ કસ્ટમર કંપનીની વેબસાઇટ અથવા મોબાઈલ એપ પર જઇને રીચાર્જ કરાવી શકે છે અને દરેક સર્કલમાં માન્ય થશે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે 998 અને 597 રૂપિયાના પ્રીપેડ પ્લાન ખાસ કરીને હેવી વૉયસ કૉલિંગ યૂઝર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. સાથે જ આ પ્રકારથી એકાઉન્ટ વેલિડિટી પણ એક્સટેન્ડ થઈ જાય છે.

998 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને એસટીડી કૉલ્સ સિવાય 12 જીબી ડેટા અને દર મહિને 300 એસએમએસ પણ મળશે. આ પ્લાન 336 દિવસો માટે વેલિડ છે. તો 597 રૂપિયાના પ્લાનમાં 6જીબી ડેટા અને દર મહિને 300 મેસેજ મળે છે. જેની માન્યતા 168 દિવસની છે. આ પ્લાન હેઠળ એરટેલ યૂઝર્સને એરટેલ ટીવી એપનું એક્સેસ પણ મળશે.

તો એરટેલના 1699 રૂપિયાવાળા પ્લાનમાં યૂઝરને અનલિમિટેડ નેશનલ અને STD કૉલિંગ મળે છે. કૉલિંગ માટે કોઈ FUP (ફેયર યૂજેજ પૉલિસી) લિમિટ રાખવામાં આવી નથી. ડેટા બેનિફિટ્સની વાત કરીએ તો એરટેલ આ પ્લાનમાં 1GB ડેટા દરરોજ આપી રહી છે. આ સિવાય યૂઝર દરરોજ 100 એસએમએસ મોકલી શકે છે. પ્લાનમાં યૂઝર એરટેલ એપ દ્વારા પ્રીમિયમ કન્ટેન્ટ એક્સેસ કરી શકશે.

READ ALSO

Related posts

રોહિત શર્માની પત્નીએ યુજવેન્દ્ર ચહેલને તસ્વીરમાંથી કરી નાખ્યો ક્રોપ, આપ્યો આવો જવાબ

Arohi

વડોદરામાં દારૂની મહેફિલ માણતા 35 નબીરાઓની 25 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી

Mayur

નવરાત્રીમાં વૈષ્ણોદેવી મંદિરની ગુફામાં સોનાનાં દરવાજા લગાવાશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!