GSTV
Home » News » જિયો ફોનને ટક્કર આપવા એરટેલે લોન્ચ કર્યો સસ્તો 4G સ્માર્ટફોન

જિયો ફોનને ટક્કર આપવા એરટેલે લોન્ચ કર્યો સસ્તો 4G સ્માર્ટફોન

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલએ જિયો ફોનને ટક્કર આપવા માટે એક સસ્તો 4G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપની આના માટે ભારતીય સ્માર્ટફોન મેકર કંપની લાવાની સાથે ભાગીદારી કરી છે.

એરટેલે કાર્બનની સાથે મળી કાર્બન A40 ઇન્ડિયન નામનો એક ફોન લોન્ચ કર્યો છે. જેની કિંમત માત્ર 1,399 રૂપિયા છે. કંપની અનુસાર આની બજાર કિંમત 3,499 રૂપિયા હોય છે. એરટેલ અનુસાર, આ ગૂગલ સર્ટિફાઇડ ફોન છે અને આ ફૂલ ટચ સ્ક્રીનવાળો સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોનમાં ડુઅલ સિમ ઓપ્શન આપવામાં આવ્યો છે અને તેમાં ગૂગલ પ્લે સ્ટોર પણ છે એટલે કે આમાં ફેસબુક, વ્હોટસએપ અને ગૂગલ જેવા એપ્સ આરામથી ચાલશે. જેમ બીજા સસ્તા સ્માર્ટફોનમાં ચાલે છે. આ સ્માર્ટફોનની સાથે ગ્રાહકે દર મહિને 169 રૂપિયાનું રિચાર્જ પણ કરાવવું પડશે. આમાં કોલિંગ અને ડેટા બેનિફિટ્સ મળશે.

આ રહી સ્માર્ટફોનને લઇને કેટલીક શરતો

શરતો વિશે વાત કરવામાં આવે તો જો તમારે આ ફોન લેવો હોય તો સૌથી પહેલા 2,899 રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરવું પડશે. અને બે વર્ષ સુધી સતત 169 રૂપિયાનું રિચાર્જ પણ કરાવવું પડશે દર મહિને. 18 મહિના સુધી જો તમે તેનો ઉપયોગ કર્યો હશે તો એરટેલ તમને પહેલા 500 રૂપિયા પરત કરશે. ત્યાર બાદ 36 મહિના ઉપયોગ કર્યા બાદ કંપની તમને 1000 રૂપિયા ફરીથી પરત કરશે. એટલે કે કંપની તમને 1500 રૂપિયા પરત આપશે.

જો તમે આ ફોનની સાથે દર મહિને 169 રૂપિયાનું રિચાર્જ કરાવવા ન માંગતા હોય તો તમે કોઇપણ એમાઉન્ટને રિચાર્જ કરાવી શકો છો, અને તેની વેલિડિટી રિચાર્જના હિસાબથી મળશે. જો કે, કેશ રિફંડમાં યોગ્ય હોવાના કારણે 18 મહિનાની અંદર તમારે ઓછામાં ઓછુ 3000 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. આટલું કરશો તો તમને 18 મહિના પર 500 રૂપિયા પરત કરવામાં આવશે.

બીજા રિફંડ એટલે કે 1000 રૂપિયા મેળવવા માટે તમારા આગામી 18 મહિના સુધી ફરીથી 3000 રૂપિયા સુધીનું રિચાર્જ કરાવવું પડશે, ત્યારે તમને 1500 રૂપિયા પરત મળશે. 169 ના રિચાર્જ પર તમને આ સ્માર્ટફોનમાં અનલિમિટેડ કોલિંગની સાથે પ્રત્યેક દિવસ 0.5GB ડેટા મળશે. જેની વેલિડિટી 28 દિવસની રહેશે. એરટલે અનુસાર, આ સ્માર્ટફોન સંપૂર્ણ રીતે ગ્રાહકોનો હશે અને કેશ રિફંડ મેળવા માટે તેને પરત કરવાની જરૂર નહીં રહે.

જાણો, આ સ્માર્ટફોનની વિશેષતાઓ

કાર્બન A40 માં 4 ઇંચની ટચ સ્ક્રીન આપવામાં આવી છે. જેમાં એન્ડ્રોઇડ 7.0 નૂગટ આપવામાં આવ્યું છે અને તેમાં એરટેલના પ્રી લોડેડ એપ્સ આપવામાં આવી છે. માય એરટેલ, એરટેલ ટીવી, વિન્ક મ્યૂઝિક અને બીજા એપ્સ પણ આમાં મળશે. આમાં 1.3GHz નો પ્રોસેસર આપવામાં આવ્યો છે અને તેમાં 1GB રેમ છે. તેની ઇન્ટરનલ મેમોરી 8GB ની છે. જેને માઇક્રો એસડી કાર્ડ થકી વધારી 32GB સુધી કરી શકાય છે. આ સ્માર્ટફોનમાં બે સિમ લગાડી શકાય છે. અને તેમાં 4G/3G/2G કનેકિટવિટીની સાથે વોલ્ટી ફિચર પણ છે. બીજા કનેકિટવિટી ફિચરની જેમ તેમાં વાઇફાઇ અને બ્લૂટૂથ પણ આપવામાં આવ્યા છે. બેસિક ફોટોગ્રાફી માટે તેમાં 2 મેગાપિક્સલનો રિયર અને 0.3 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે.

 

Related posts

ભાવનગરમાં યોજાયેલા મેડિકલ કેમ્પમાં લાગી બે કિમી લાંબી લાઈનો, વિભારીબેન થયા ભાવુક

Nilesh Jethva

અમદાવાદના વાડજ વિસ્તારમાં લુખા તત્વોનો આતંક, પોલીસની કામગીરી અંગે સવાલો ઉઠ્યા

Nilesh Jethva

બગોદરા : ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત, બન્ને ડ્રાઈવરના ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!