GSTV

ખુશખબર! કૉલિંગ માટે નહી આપવો પડે કોઇ ચાર્જ, બસ ફોનમાં કરી લો આ નાનકડી સેટિંગ

ટેલિકોમ કંપની ભારતી એરટેલે પોતાના ગ્રાહકો માટે સ્માર્ટફોન પર ‘વૉઇસ ઓવર વાઇ-ફાઇ કૉલ’ એટલે કે વાઇ-ફાઇ દ્વારા કૉલ કરવાની સેવા શરૂ કરી છે. કંપનીનો દાવો છે કે તે આ પ્રકારની સેવા શરૂ કરનારી ટેલિકોમ સેક્ટરની પહેલી કંપની છે. તેનો ઉદ્દેશ સ્માર્ટફોન ગ્રાહકોને ઘરની અંદર સારી કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવાનો છે. આ સર્વિસ માટે ગ્રાહકોએ કોઇ વધારાનો ચાર્જ આપવાનો નથી.

કૉલિંગ માટે નહી આપવો પડે કોઇ ચાર્જ

એરટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું કે- એરટેલ વાઇ-ફાઇ કૉલિંગ સ્માર્ટફોન ગ્રાહકોને એલટીઇ દ્વારા વાઇ-ફાઇ આધારિત કૉલિંગમાં જવાની સુવિધા સરળ બનાવે છે. આ સેવા દ્વારા કૉલ કરવા પર પણ કોઇ ચાર્જ નહી આપવો પડે.

આ સેવા માટે કોઇ એપની પણ જરૂર નથી. યુઝર્સે airtel.in/wifi-calling…પર જઇને  ફક્ત તે જ ચેક કરવાનું છે કે તેમનો સ્માર્ટફોન વાઇ-ફાઇ કૉલિંગને સપોર્ટ કરે છે કે નહી. ડિવાઇસને ઓપરેટિંગ સિસ્ટમને સૌથી નવા વર્ઝનથી અપડેટ કરો જે વાઇ-ફાઇ કૉલિંગને સપોર્ટ કરે છે. તે બાદ ફોનની સેટિંગમાં જાઓ અને વાઇ-ફાઇ કૉલિંગ ઑન કરી દો.

કંપનીએ જણાવ્યું કે વર્તમાનમાં આ સેવા ફક્ત એક્સ્ટ્રીમ ફાઇબર હોમ બ્રોડબેન્ડ સાથે મળે છે. ટૂંક સમયમાં તેને તમામ બ્રોડબેન્ડ સર્વિસ અને વાઇ-ફાઇ હૉટસ્પૉટ માટે ઉપલબ્ધ કરાવામાં આવશે. જણાવી દઇએ કે ભારતી એરટલે આ સર્વિસ હાલ દિલ્હી-એનસીઆરમાં શરૂ કરી છે. તેનો અન્ય શહેરોમાં પણ વિસ્તાર કરવામાં આવશે.

Read Also

Related posts

વિમાનમાં મુસાફરી કરનારા માટે અગત્યની સૂચના/ ઘરેલૂ ફ્લાઈટમાં ચેક ઈન બેગેઝની મર્યાદા હટી, આવી ગઈ છે નવી એડવાઈઝરી

Pravin Makwana

પપૈયાના બીજ છે ચમત્કારી, આ બિમારીઓ માટે છે રામબાણ ઈલાજ

Arohi

કોરોનાકાળમાં કરેલી સેવા આ તબિબોને ફળી, રાજ્ય સરકારે આપી આ મોટી ભેટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!