GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

એરટેલે પ્રિ-પેઈડ ગ્રાહકો માટે લોન્ચ કર્યો ધાંસૂ પ્લાન, દરરોજ 1.50GB ડેટા અને ફ્રી ઓફર્સ

Airtelએ મંગળવારે પોતાનો નવો પ્રિપેઇડ પ્લાન લોન્ચ કર્યો છે. નવા એરટેલ પ્રીપેડ પ્લાનની કિંમત 289 રૂપિયા છે. આ સિવાય કંપનીએ 79 રૂપિયાના રિચાર્જ પ્લાન સાથે ZEE5 પ્રીમિયમનું સબ્સ્ક્રિપ્શન પણ ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે. નવા લોન્ચ થયેલાં 289 રૂપિયાનાં રિચાર્જ પેકમાં કોલિંગ, એસએમએસ બેનિફિટની ડેટા પણ આપવામાં આવી રહ્યો છે.

Airtel

289 રૂપિયાના એરટેલ પ્લાનમાં શું વિશેષ છે?

નવા 289 રૂપિયાના એરટેલ પ્રીપેડ પ્લાનમાં કંપની કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ્સ આપી રહી છે. આ રિચાર્જ પ્લાનની માન્યતા 28 દિવસની છે. દરરોજ 1.5 જીબી ડેટા ગ્રાહકોને આપવામાં આવે છે. એટલે કે, આ પ્લાનમાં કુલ 42 જીબી ડેટા આપવામાં આવે છે. ગ્રાહકો દરરોજ 100 એસએમએસ પણ મફતમાં મોકલી શકે છે. આ ફાયદાઓ સિવાય, ZEE5 પ્રીમિયમ, એરટેલ એક્સ્ટ્રીમ પ્રીમિયમ, ફ્રી હેલોટ્યુન્સ, વિંક મ્યુઝિક સબ્સ્ક્રિપ્શન મફત મળે છે. શૉ એકેડેમીના ફ્રી ઓનલાઈન ક્લાસિસ એક વર્ષ માટે પણ રિચાર્જ પૅકમાં ઓફર કરવામાં આવે છે. ફાસ્ટેગ લેવા પર 150 રૂપિયાનું કેશબેક પણ ઓફર કરવામાં આવે છે.

249 પૅકનાં બધા જ ફાયદાઓ

નોંધનીય છે કે 289 રૂપિયામાં આપવામાં આવતા તમામ ફાયદા 249 રૂપિયાના રિચાર્જ પેકના છે. એરટેલની 249 રૂપિયાથી 400 રૂપિયા સુધીની અનેક યોજનાઓ છે અને હવે 289 રૂપિયાનું રિચાર્જ પેક પણ આ સૂચિમાં શામેલ કરવામાં આવ્યું છે.

airtel

રિટેલ સ્ટોર પર થઈ શકશે રિચાર્જ

તેના સિવાય એરટેલ હવે 79 રૂપિયાવાળા પ્રિપેડ પ્લાનની સાથે ZEE5 કૉન્ટેક્ટ પણ ફ્રી ઓફર કરી રહી છે. આ સબ્સક્રિપ્શન 30 દિવસ માટે હશે. જણાવી દઈએકે, એરટેલ થેંક્સ એપનાં ડિજીટલ સ્ટોર કનેક્શન દ્વારા આ ટોપ-અપ દરેક એરટેલ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. એરટેલનાં આ બંને પ્લાનને એરટેલ રિટેલ સ્ટોર દ્વારા પણ રિચાર્જ કરાવી શકાય છે.

READ ALSO

Related posts

કેરળના ઇડુક્કીમાં થયેલ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 42, સતત રાહત કામગીરી ચાલું

Ankita Trada

રક્ષાબંધનના દિવસે રાખડી બંધાવી સગાભાઈઓએ કરી બહેનની હત્યા, ચોંકાવનારુ છે કારણ

Nilesh Jethva

દુનિયાનો એક એવો દેશ જ્યાં 100 દિવસમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો!

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!