GSTV
Home » News » એરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની જોડાશે, ગ્રાહકોના બચાવશે પૈસા

એરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની જોડાશે, ગ્રાહકોના બચાવશે પૈસા

ભારતી એરટેલ અને રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી કન્ઝ્યૂમર ગુડસ કંપની હિંદુસ્તાન યૂનિલીવર (એચયૂએલ) સાથે સમજૂતી માટે વાતચીત કરી રહી છે, જેનાથી બંને કંપનીના હોમ અને પર્સનલ કેર બ્રાંડ પર કસ્ટમરને ડિસ્કાઉન્ટ ઓફર કરી શકે. સૂત્રોએ જણાવ્યું કે આ ઓફર ફક્ત કિરાણા દુકાનો માટે જ હશે.

જો આ ડીલ થાય તો તેનાથી બંને ટેલિકોમ કંપનીઓને કમાણી માટેનો એક નવો માર્ગ મળશે. બંને ટેલિકોમ કંપનીઓ અત્યારે ગ્રાહકોની સંખ્યા વધારવા સંઘર્ષ કરી રહી છે. તેના માટે અત્યાર સુધી તેઓ કંટેટ-ટાઇ અપની મદદ લેતી હતી પરંતુ તેઓને હવે ખ્યાલ આવે છે કે કસ્ટમરને ફક્ત વધુ ટેરિફવાળા પ્લાનથી આકર્ષિત કરી શકાય નહિ.

કસ્ટમરને મોંઘા ટેરિફ પ્લાન લેવાથી ઓપરેટર્સના એવરેજ રેવેન્યુ પર યૂઝર (ARPU) માં વધારો થાય છે. ટેલિકોમ કંપનીઓના પ્રદર્શનનું આંકલન કરવાની આ મુખ્ય રીત છે. એક સૂત્રના જણાવ્યાનુસાર બંને કંપનીઓ એચયૂએલ સાથે વાતચીત કરી રહી છે અને સબ્સક્રાઈબર્સને આકર્ષિત કરવાની આ નવી રીત છે.

તેઓ જણાવે છે કે તેનાથી એચયૂએલને પણ લાભ થશે, જે કલાઉડ બેસ્ડ એનાલિટિક્સ દ્વારા ગ્રાહકોનો મિજાજ પારખવાનો પ્રયાસ કરી રહી છે. 500 રૂપિયાથી વધુનો પ્લાન લેવા પર ગ્રાહકોને 250 રૂપિયાનું ડિસ્કાઉન્ટ વાઉચર આપી શકાય છે. જો કે હજુ આ યોજના બાબતે વિચાર કરવામાં આવી રહ્યો છે આ બાબતે કોઈપણ પ્રકારનો અંતિમ નિર્ણય લેવાયો નથી.

આ ડિસ્કાઉન્ટનો ખર્ચ કન્ઝયૂમર ગુડ્સ કંપની ઉઠાવશે. એરટેલ અત્યાર સુધી ગ્રાહકોને જકડી રાખવા અને ARPU વધારવા એંટરટેનમેંટ અને સ્પોર્ટસ કંટેટ પર ફોકસ કરી રહી હતી. જો કે હવે તેણે પણ એક નવી પહેલ હેઠળ કિરાણા દુકાનો સાથે સમજૂતી કરવાનો નિર્ણય લીધી છે. જેથી તેને મુકેશ અંબાણીની જિયો સાથે સ્પર્ધા કરવામાં મદદ મળશે.

Read Also

Related posts

જો તમારા કોમ્પયુટરમાં હશે આ સિસ્ટમ, તો આંખ મીંચીને પેનડ્રાઈવ ખેંચી લેજો કારણ કે…

Mayur

હોલિવુડમાં રહીને પણ દેશીગર્લ ફેન્સના દિલ પર કરે છે રાજ, સૌથી વધુ ફોલોએર્સ સાથે આ સેલિબ્રિટીને છોડ્યા પાછળ

Arohi

‘જજ સાહેબ આજે મૂડ ખરાબ છે સુનાવણી મોકુફ રાખો’ હાઈકોર્ટમાં વકીલની વિચિત્ર માંગ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!