GSTV
Home » News » આ કંપનીના 399 રૂપિયાના પ્લાન પર 300નું ડિસ્કાઉન્ટ, સાથે જ 20 GB ડેટા મળશે Free!

આ કંપનીના 399 રૂપિયાના પ્લાન પર 300નું ડિસ્કાઉન્ટ, સાથે જ 20 GB ડેટા મળશે Free!

એરટેલ પાછલાં ઘણા સમયથી પોતાની પોસ્ટપેઇડ સેવાઓ પર વધારે ધ્યાન આપી રહ્યું છે. હવે કંપનીએ પોતાના પોસ્ટપેઇડ ગ્રાહકોને એક ભેટ આપી છે. કંપની યુઝર્સને 399 રૂપિયાના પ્લાન પર 6 મહિના માટે 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ (50 રૂપિયા પ્રતિ માસ)નુ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ બાદ ગ્રાહકોએ કંપનીના 399 રૂપિયાના પ્લાન માટે 349 રૂપિયા જ ખર્ચ કરવી પડશે.

એક અહેવાલ અનુસાર કંપનીએ પોતાના માય ઇનફિનિટી પ્લાન 399 રૂપિયા પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાની ઘોષણા કરી છે. સુવિધાઓની વાત કરીએ તો આ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગ, ફ્રી રોમિંગ, દરરોજ 100  એસએમએસ તથા એરટેલ એપ્સનું સબસ્ક્રિપ્શન વગેરે સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ગ્રાહકોને એક મહિના માટે 20જીબી ડેટા આપવામાં આવશે. તેમાં ડેટા રોલઓવર સુવિધા પણ આપવામાં આવી રહી છે એટલે કે જો કોઇ મહિનામાં તમે સંપૂર્ણ ડેટા યુઝ ન કરી શક્યા હોય તો તમે બાકીને ડેટા આગામી મહિનાના પ્લાનમાં યુઝ કરી શકો છો.

આ સાથે જ યુઝર્સને દર મહિને 20જીબી એડિશનલ ડેટા આપવામાં આવી રહ્યો છે. આ એક્સ્ટ્રા ડેટા ઑફરની વેલિડિટી 12 મહિનાની છે. એટલે કે 399 રૂપિયાના પ્લાનમાં કુલ 40 જીબી ડેટા મળશે.

જો વોડાફોનના પ્લાનની વાત તરીએ તો તેના 399 રૂપિયાના પોસ્ટપેઇડ પ્લાનમાં એક મહિના માટે 40જીબી ડેટા, અનલિમિટેડ કૉલિંગ અને 100 એસએમએસ દરરોજ મળે છે.

Related posts

વિશ્વન ટોચની સ્ટિલ કંપની સામે થઈ ફરિયાદ, દક્ષિણ આફ્રિકાની કોર્ટે ફટકારી નોટિસ

Path Shah

સુરતની આ શાળાએ ફીમાં કર્યો તોતિંગ વધારો, વાલીઓએ મચાવ્યો હોબાળો

Nilesh Jethva

BAN vs WI: બાંગ્લાદેશની ટીમે જીત્યો ટોસ, પ્રથમ બોલિંગનો કર્યો નિર્ણય

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!