GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

Airtelના 8 કરોડ ગ્રાહકોને મોટી રાહત, આ તારીખ સુધી નહીં કરાવુ પડે રિચાર્જ

Airtel

Corona વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. આ વચ્ચે દેશભરના લો-નકમ સબ્સ્ક્રાઇબર્સની મદદ માટે Airtelએ બે નવી ઘોષણા કરી છે. પહેલી કંપની પોતાના 8 કરોડ લો-ઇનકમ સબ્સ્કારઇબર્સને 10 રૂપિયાનો ટૉક ટાઇમનો ઉપયોગ કૉલ અને મેસેજ કરવા માટે આપવામાં આવી શકે છે.

બીજી કંપનીએ તમામ પ્રીપેડ રિચાર્જની વેલીડીટીને 17 એપ્રિલ સુધી વધારી શકાય છે. એટલે કે જે ગ્રાહક 14 એપ્રિલે લોકડાઉન પૂરો થવા સુધી રિટાર્જ પેક ન ખરીદી શકે તેમને કોઇ અવરોધ વિના ઇનકમિંગ સર્વિસ મળતી રહશે. Airtelએ જાણકારી આપી છે કે આ બેનેફિટ 8 કરોડ સબ્સ્ક્રાઇબર્સના એકાઉન્ટમાં આગામી 48 કલાકમાં ક્રેડિટ કરી દેવામાં આવશે. ધ્યાન રહે કંપની તરફથી આ પગલા લો-ઇનકમ સબ્ક્રાઅબર્સ માટે લેવામાં આવી રહ્યાં છે.

airtel

Airtelના એક સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ 8 કરોડ ગ્રાહકોમાં પ્રભાવી રૂપે Airtel નેટવર્કના તમામ વંચિત પરિવાર કવર થશે. આ વિશેષ ઉપાયોથી ખાસ કરીને પ્રવાસી શ્રમિકો અને દૈનિક વેતન ભોગીઓને લાભ થશે. જે કોરોના વાયરસનો મુકાબલો કરવા માટે દેશવ્યાપી લોકડાઉનના કારણે સંભવિત રીતે પ્રભાવિત થયા છે.

સાથે જ કંપનીએ કહ્યું કે Airtel નેટવર્કના બાકી ગ્રાહક ઓનલાઇન પ્લેટફોરમ્સ માટે પહેલાથી જ પોતાનુ એકાઉન્ટ રિચાર્જ કરી રહ્યાં છે. કંપનીએ જણાવ્યું કે આ તમામ ઉપાયોથી Airtelના ગ્રાહકોને સરકાર તરફથી આપવામાં આવી રહેલી જાણકારીઓનુ એક્સેસ મળતુ રહેશે. સાથે જ ગ્રાહક જેની સાથે ઇચ્છે તેની સાથે કનેક્ટ પણ કરી શકશે,

ટેલિકોમ કંપનીઓને TRAIનો પત્ર

જણાવી દઇ કે ભારતીય ટેલીકોમ રેગ્યુલેટરે (TRAI) ટેલીકોમ કંપનીઓને પ્રીપેડ યુઝર્સના પ્લાનની વેલીડીટી વધારવા કહ્યું છે, TRAIએ આમ કોરોના વાયરસ લૉક ડાઉનના કારણે કર્યુ છે. TRAIએ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, વોડાફોન-આઇડિયા અને બીએસએનએલને કહ્યું છે કે તે પોતાના પ્રીપેડ કસ્ટમર્સની વેલીડીટી વધારે જેથી આ નેશનલ લૉકડાઉનમાં તેમને કોઇ પરેશાની ન થાય.

એક રિપોર્ટ અનુસાર 29 માર્ચે TRAIએ આ તમામ કંપનીઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં કંપનીઓને કહેવામાં આવ્યું છે કે તમામ પ્રીપેડ યુઝર્સ માટે વેલીડીટી વધારવા માટે જરૂરી પગલા લે.

trai

TRAIએ પત્રમાં શું લખ્યું

આ સાથે જ TRAIએ આ તમામ કંપનીઓ પાસે જાણકારી પણ માગી છે કે નેશનલ લોકડાઉન દરમિયાન કસ્ટમર્સને કોઇ અડચણ વિના સર્વિસ ચાલુ રાખવા માટે કંપનીઓ કયા કયા પગલા લઇ શકે. રિપોર્ટ અનુસાર TRAIએ કહ્યું કે, ટેલિકમ્યુનિકેશનને એસેંશિયલ સર્વિસ માનતા આ લૉકડાઉનથી અલગ રાખવામાં આવ્યુ છે અને તેને બંધ નથી કરવામાં આવ્યુ.

જણાવી દઇએ કે આ કંપનીઓના ટોટલ કસ્ટમર્સનનો વધુ હિસ્સો પ્રીપેડ યુઝર્સ છે. તેવી સ્થિતિમાં પ્રીપેડ યુઝર્સની વેલીડીટી વધારવાનું કહેવામાં આવ્યું છે. TRAIએ કહ્યું કે જો લૉકડાઉનથી ટેલીકોમને અલગ રાખવાનો હેતુ એ પણ છે કે આ કંપનીઓની કસ્ટમર સર્વિસ અને પોઇન્ટ ઑફ સેલ લોકેશન પ્રભાવિત ન થાય.

trai

TRAIના આ પત્ર પર હાલ કોઇનું નિવેદન નથી આવ્યું અને ન તો કોઇ કંપનીએ પોતાના પ્રીપેડ યુઝર્સ માટે અત્યાર સુધી વેલીડીટી વધારવાની ઘોષણા કરી છે. આશા રાખવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં આ કંપનીઓ પ્રીપેડ યુઝર્સ માટે વેલીડીટી એક્સટેંડ કરવાની ઘોષણા કરશે.

કોરોના વાયરસ આઉટબ્રેકને ધ્યાનમાં લેતા ભારત સરકારે દેશભરમાં 21 દિવસો સુધી લોકડાઉન કર્યુ છે. આવી સ્થિતિમાં જો કંપનીઓ પોતાના તમામ પ્રીપેડ યુઝર્સ માટે પ્લાન એક્સટેંડ કરે તો આ યુઝર્સ માટે મોટી ખુશખબર હશે.  

Read Also

Related posts

રાજ્યસભાની ચૂંટણી વખતે એનસીપીમાં ડખા, શંકરસિંહ વાઘેલા પાસેથી પ્રમુખપદ છીનવાયું : શું બાપુ હવે એનસીપી છોડશે

Bansari

12 નવા કેસ સાથે અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાનો પગપેસારો, સૌથી વધુ 6 કેસ આ તાલુકામાં

Bansari

અમેરિકામાં હિંસક બન્યા પ્રદર્શનકારીઓ, અનેક શહેરોમાં કર્ફ્યુ જાહેર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!