ભારતી એરટેલનું ડાયરેક્ટ-ટુ-હોમ(DTH) એકમ એરટેલ ડિજિટલ ટીવી, ખાનગી ઇક્વિટી કંપની વોરબર્ગ પિન્કસ અને એસેલ ગ્રુપની ડિશ ટીવી મર્જર કરાર કરવાની યોજના બનાવી રહી છે. જે અંગેની જાહેરાત આગામી મહિનામાં થઈ શકે છે. સૂત્રએ જણાવ્યું હતું કે, એસ્સેલ ગ્રૂપના પ્રમોટરો ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઈઝમાં કેટલોક હિસ્સો વેચ્યા પછી ડિશ ટીવીનું મર્જર પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

એક સૂત્રનું કહેવું હતું કે, આ અંગેની વાતચીત પહેલાં સ્થગિત હતી કારણ કે એસ્સેલ ગ્રૂપના પ્રમોટર્સ ઝીમાં હિસ્સો વેચવામાં વ્યસ્ત હતા. આ સોદો થયા પછી હવે ડિશ ટીવી સાથે સંકળાયેલ સોદા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ગૂંચવણ ભરેલો કિસ્સો સૂત્રએ જણાવ્યું હતું કે, આ સોદો થોડો જટિલ(ગૂંચવણ) ભરેલો છે.


આ ત્રણ કંપનીના વકીલો અને સલાહકાર આ સોદા પર કામ કરી રહ્યા છે. માર્ચ મહિનાના પ્રથમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, એરટેલના સંસ્થાપક સુનીલ ભારતી મિત્તલે DTH બિઝનેસના મર્જર માટે એસ્સેલ ગ્રૂપના પ્રમોટર્સની સાથે વાતચીત શરૂ કરી રહ્યા છે. મુકેશ અંબાણીની રિલાયન્સ જિઓના બે મલ્ટિ-સિસ્ટમ ઓપરેટરો DEN નેટવર્ક અને હેથવે કેબલ એન્ડ ડેટાકોમમાં નિયંત્રિત હિસ્સો ખરીદ્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે.
જો કંપનીનું મર્જર થાય, તો સૌથી મોટી TV ડિસ્ટ્રીબ્યૂશન કંપની બનશે એરટેલ ડિજિટલ ટીવી અને ડિશ ટીવીના મર્જરથી તે કંપની વિશ્વની સૌથી મોટી ટીવી ડિસ્ટ્રીબ્યૂશન કંપની બનશે, જેમની પાસે અંદાજે ૪ કરોડ સબસ્ક્રાઈબસ અને દેશના DTH માર્કેટમાં ૬૨ ટકા કરતાં વધુંનો હિસ્સો હશે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇના રિપોર્ટ અનુસાર, માર્ચ સુધીમાં DTH સર્વિસિસના ૭.૨૪ કરોડ કુલ સક્રિય ગ્રાહકો હતા. આ માર્કેટમાં ડિશTV ૪૦ ટકા હિસ્સા સાથે સૌથી મોટી કંપની હતી, ત્યારપછી ટાટા સ્કાઈનો ૨૫ ટકા હિસ્સો અને એરટેલ ડિજિટલTVનો ૨૨ ટકા હિસ્સો હતો.
Read Also
- મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ
- સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત
- અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો
- થરાદની નર્મદા કેનાલમાંથી મળેલા યુવકના મૃતદેહને સ્વિકારવાનો પરિવારે કર્યો ઈન્કાર
- પેટલાદના વટાવ પાસે ગાડી અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત, બે વ્યક્તિના થયા મોત