GSTV
Home » News » Airtelએ ઉતાર્યો નવો પ્લાન, 70 દિવસ સુધી દરરોજ મળશે આટલો ડેટા

Airtelએ ઉતાર્યો નવો પ્લાન, 70 દિવસ સુધી દરરોજ મળશે આટલો ડેટા

ભારતમાં છેલ્લા થોડા દિવસમાં પોતાના પ્રીપેડ પ્લાનમાં ફેરફાર કર્યો હતો. હવે કંપનીએ એક નવો 398 રૂપિયાવાળો પ્લાન લૉન્ચ કર્યો છે. આ પ્લાનમાં ગ્રાહકોને 70 દિવસની વેલિડિટી દરમ્યાન ટોટલ 105GB ડેટા મળશે. સાથે જ આ પ્લાનમાં વૉઈસ કૉલિંગ અને SMSના ફાયદા પણ ગ્રાહકોને મળશે. સામાન્ય રીતે એરટેલના દરેક કોમ્બો પ્લાનમાં દરરોજ 100 SMS આપવામાં આવે છે, જોકે, આ પ્લાનમાં ટ્રેન્ડથી હટીને દરરોજ 90 SMS આપવામાં આવશે.


આ સિવાય કંપનીએ 399 રૂપિયાવાળા પ્લાનમાં પણ ફેરફાર કર્યો છે. આ પ્લાનમાં હવે 84 દિવસની વેલિડિટી દરમ્યાન દરરોજ 1GB ડેટા આપવામાં આવશે. એરટેલના 398 રૂપિયાવાળા પ્લાન અંગે વિસ્તૃતપણે વાત કરીએ તો આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 1.5GB ડેટા મળશે. આ સિવાય કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ વૉયસ કૉલ્સ અને દરરોજ 90 એસએમએસ આપવામાં આવશે.

રિલાયન્સ જિયોની જેમ એરટેલના પ્લાનમાં પણ તમે ભારતમાં લોકલ, એસટીડી અને નેશનલ રોમિંગ કૉલ્સ સિવાય જેટલા લોકોને ઈચ્છશો તેટલા લોકોને કોલ કરી શકો છો. વોડાફોન આઈડિયા પોતાના અમૂક પ્લાનમાં દરરોજ 250 મિનિટ અને દર અઠવાડિયે 1000 મિનિટની લિમિટ રાખે છે. તો કંપની વેલિડિટી પીરીયડ દરમ્યાન ફક્ત 100 યૂનિક નંબર્સ પર જ કૉલ કરવાની મંજૂરી આપે છે. સાથે જ એરટેલ દ્વારા અપાઈ રહેલા SMS આખા ભારત માટે વેલિડ છે.

બીજીતરફ 398 રૂપિયાવાળા પ્લાનની સરખામણીમાં 399 રૂપિયાવાળા પ્લાનની વાત કરીએ તો તેમાં 70 અને 84 દિવસની વેલિડિટી અલગ-અલગ યૂઝર્સને મળે છે. જોકે, 399 રૂપિયાવાળા પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

હવે આ પ્લાનમાં દરરોજ 1GB ડેટા, અનલિમિટેડ કૉલ્સ અને 100SMS આપવામાં આવશે. આ અગાઉ પ્લાનમાં 70 દિવસ અને 84 દિવસની વેલિડિટી માટે દરરોજ 1.4GB ડેટા આપવામાં આવતો હતો. ટેલીકૉમટૉકની રીપોર્ટ મુજબ, અમૂક યૂઝર્સ માટે હજી પણ આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 1.4GB ડેટા અપાઈ રહ્યો છે. એટલેકે ડેટા બેનિફિટ નવા 398 રૂપિયાવાળા પ્લાનમાં વધારે છે. તો 399 રૂપિયાવાળા પ્લાનમાં અમૂક લોકો માટે વેલિડીટી વધારે છે.

READ ALSO

Related posts

રાજકોટમાં ભાજપ લોકસભાની સીટ જીત છે તો ઉજવણી નહી કરે, જાણો શા માટે?

Nilesh Jethva

મુસાફરો આંનદો, આ એરલાઈન કંપની નવી સ્થાનિક ફ્લાઇટ્સ સર્વિસની કરશે શરૂઆત

Path Shah

સુરતમાં વેપારીની આંખમાં સ્પ્રે છાંટી 40 લાખના હિરાની લૂંટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!