GSTV
Home » News » ફોનમાં કોલ આવશે ત્યારે ખાલી 25 સેકેન્ડ વાગશે રિંગ, આ કંપનીઓએ સમય ઘટાડ્યો

ફોનમાં કોલ આવશે ત્યારે ખાલી 25 સેકેન્ડ વાગશે રિંગ, આ કંપનીઓએ સમય ઘટાડ્યો

દેશની ટેલિકોમ કંપનીઓની વચ્ચે આઉટગોઈંગ કોલની રીંગને લઈ ચર્ચા ચાલી રહી હતી. આ વાત પર રિલાયન્સ જિયોએ સૌથી પહેલાં રિંગમાં ફેરફાર કર્યો છે. હવે એરટેલ અને વોડાફોને પણ જિયોને ટક્કર આપવા માટે આઉટગોઈંગ કોલના સમયને 25 સેકેન્ડ કરી દીધો છે. સરકારે આઉટગોઈંગનો ટાઈમ 45 સેકેન્ડ નક્કી કર્યો છે. ટ્રાઈએ આઉટગોઈંગ કોલની સમય સમયના મુદ્દાને દૂર કરવા માટે બધી દૂરસંચાર કંપનીઓને 14 ઓક્ટોબરના રોજ બેઠક બોલાવી છે.

ત્યારે બીજી બાજુ જિયોના આ પગલાંથી એરટેલ અને વોડાફોનને ઘણું નુકસાન થયું છે. તેની સાથે એરટેલ અને જિયોની વચ્ચે ઘણી ચર્ચા થયેલી જોવા મળી છે. દૂરસંચાર કંપની એરટેલે કહ્યું કે જિયોએ રિંગના સમયનો એટલા માટે નક્કી કર્યો કેમકે તે પોતાના હિસાબથી ઈંટરકનેક્ટ યુઝસ ચાર્જસ નક્કી કરી શકે. તેની સાથે મિસ્ડ કોલની સંખ્યામાં પણ ઈજાફો થશે. બીજી બાજુ જિયોએ એરટેલના બયાનને લઈ કહ્યું કે રિંગના સમયને ઓછું કરવાથી સ્પેક્ટ્રમને નુકસાન નહીં પહોંચે.

એટલું જ નહીં એરટેલે જિયો પર આરોપ લગાવતા કહ્યું છે કે રિંગના સમયને ઓછો કરવાથી જિયો વધારે કોલ રિસીવ કરશે. તેનાથી ઈંટરકનેક્ટ યુઝઝ ચાર્જીસ પણ ઓછા થઈ જશે. જિયોએ સામે જવાબ આપતાં કહ્યું કે અમે આંતરરાષ્ટ્રીય સ્તરના હિસાબથી આઉટગોઈંગ કોલમાં ફેરફાર કર્યો છે. યોજાયેલી બેઠકમાં એરટેલ, બીએસએનએલ, વોડાફોન, અને એમટીએનએલે આઉટગોઈંગ કોલની સમય સીમા મિનિમમ 30 સેકંડની લઈ સહમતિ બતાવી છે. કંપનીઓએ કહ્યું કે દૂરસંચાર કંપની અને વપરાશકર્તા બંનેને ઘણો ફાયદો થશે.

Read Also

Related posts

જલ્દી OTP નહી પણ શરીરના આ ભાગને સ્કેન કરવાથી થશે પૈસાનું ટ્રાન્જેક્શન, RBI કરી રહી છે નવી યોજનાની તૈયારી

Ankita Trada

આ કંપની 199 રૂપિયામાં આપી રહી છે 4500GB ડેટા, જો જો આવો મોકો ના ચૂકતા!

Bansari

ખેંચીને મોટું કરી શકાશે આ સ્માર્ટફોનનું ડિસ્પ્લે! આ રીતે કરશે કામ, જાણો ફિચર્સ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!