GSTV
Home » News » Airtelએ લૉન્ચ કર્યા શાનદાર 5 પ્લાન્સ, જાણીને ખુશ થઈ જશો

Airtelએ લૉન્ચ કર્યા શાનદાર 5 પ્લાન્સ, જાણીને ખુશ થઈ જશો

ટેલિકૉમ કંપની ઇન્ડિયન એરટેલ તેના પ્રીપેડ ગ્રાહકો માટે ૫ નવા પ્લાન તૈયાર કર્યા છે જે ફર્સ્ટ ટાઇમ રીચાર્જ કરાવતા હોય. પહેલા રિચાર્જ (FRC) પ્રીપેડ પ્લાનની કીમત ૧૭૮ રૂપિયાથી લઈને ૫૫૯ રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે. આમાં ૧૨૬GB ડેટા પણ આપવામાં આવશે. આ કોમ્બો એરટેલ પ્લાન્સમાં ડેટાની સાથે સાથે અનલીમીટેડ કોલ્સ અને SMSના પણ ફાયદા આપવામાં આવશે.

આ પ્રીપેડ પ્લાનની કિંમત ૧૭૮ રૂપિયા, ૨૨૯ રૂપિયા, ૪૯૫ રૂપિયા અને ૫૫૯ રૂપિયા રાખવામાં આવી છે. આ પ્રીપેડ પ્લાનને માત્ર MYAirtel એપ અથવા ઓફિશ્યલ વેબસાઈટ પર જ ખરીદી શકાશે અને સ્ટોરમાં સીમ કાર્ડ લેતી વખતે ખરીદી શકાશે.

તમને જણાઈ દઈએ આ પ્લાન બધા યુજર્સ માટે નથી, ફક્ત નવા ગ્રાહક જ આ પ્લાનનો લાભ લઇ શકશે. આ પ્લાન વિશે વાત કરીએ તો ફર્સ્ટ-ટાઇમ યુજર્સને ૧૭૮ રૂપિયાના એરટેલ રિચાર્જમાં પ્રતિદિવસ ૧GB 3G/4G ડેટા, અનલીમીટેડ લોકલ, STD અને રોમિંગ કોલ અને પ્રતિદિવસ ૧૦૦ SMS આપવામાં આવશે. આની વેલીડીટી ૨૮ દિવસો સુધીની હશે. એ જ રીતે એરટેલ FRC ૨૨૯ રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને પ્રતિદિવસ ૧.૪GB ડેટા, અનલીમીટેડ લોકલ, STD અને રોમિંગ અને પ્રતીદીવાસના ૧૦૦ SMS આપવામાં આવશે. આ પ્લાનની વેલીડીટી ૨૮ દિવસની રહેશે.

ત્યાર બાદ Airtel FRC ૩૪૪ રૂપિયાના પ્લાનની વાત કરીએ તો પ્રતિદિન ૨GB ડેટા, અનલીમીટેડ લોકલ, STD અને રોમિંગ કોલ્સ અને પ્રતિદિન ૧૦૦ SMS આપવામાં આવશે. આ પ્લાનની વેલીડીટી પણ ૨૮ દિવસની છે. આના પછી ૪૯૫ અને ૫૫૯ રૂપિયના પ્લાનની વાત કરીએ તો આ પ્લાનમાં અનલીમીટેડ લોકલ, STD અને રોમિંગ કોલ્સની સાથે સાથે પ્રતિ દિવસ ૧.૪GB ડેટા અને ૧૦૦ SMS આપવામાં આવશે. તેમ છતા આ પ્લાનની વેલીડીટી ૮૪ અન ૯૦ દિવસો માટેની છે.

Related posts

દક્ષિણ આફ્રિકાની ટીમનાં કેપ્ટન ફાફ ડુપ્લેસિસ સાથે થઈ અનહોની, ટ્વિટર સંભાળાવવી આપવીતી

pratik shah

ગુજરાતમાં આ કારણે આગામી બે દિવસ સુધી દરિયો તોફાની રહેશે, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

Mayur

રોહિત શર્માની પત્નીએ યુજવેન્દ્ર ચહેલને તસ્વીરમાંથી કરી નાખ્યો ક્રોપ, આપ્યો આવો જવાબ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!