GSTV

આ કંપનીના 181 રૂપિયાના પ્લાનમાં દરરોજ મળશે 3GB ડેટા, જાણો વિગતે

ટેલિકોમ કંપની એરટેલે એક નવો પ્રિપેડ પ્લાન લૉન્ચ કર્યો છે. આ પ્લાનમાં રિલાયન્સ જિયો અને વોડાફોનના પ્લાન્સને ટક્કર આપવા માટે લૉન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનની કિંમત 181 રૂપિયા છે.

એરટેલ પોતાના આ પ્રિપેડ પ્લાનમાં યુઝર્સને દરરોજ 3જીબી ડેટા આપી રહ્યું છે. આ રીતે યુઝર્સને કુલ 42જીબી ડેટા મળશે. જો આ પ્લાનની વેલીડીટીની વાત કરીએ તો આ પ્લાન 14 દિવસની વેલીડીટી સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે.

ડેટાના ફાયદાની સાથે સાથે એરટેલ પોતાના યુઝર્સને અનલિમિટેડ કૉલ્સ, 100 એસએમએસ દરરોજ આપવામાં આવી રહ્યાં છે. આ પ્લાન કંપનીએ તે યુઝર્સ માટે લૉન્ચ કર્યો છે જે દરરોજ વધારે ડેટાનો યુઝ કરે છે.

આવું પહેલીવાર બની રહ્યું છે કે એરટેલ પોતાના યુઝર્સને 200 રૂપિયાથી ઓછી કિંમતમાં દરરોજ 3જીબી ડેટા આપી રહ્યું છે. કંપનીનો આ પ્લાન કેટલાંક સિલેક્ટેડ સર્કલ માટે છે. આ પ્લાન અન્ય સર્કલમાં પણ ટૂંક સમયમાં લૉન્ચ કરવામાં આવશે.

સાથે જ જીઓ અને એરટેલના મુકાબલા વચ્ચે આઈડિયાએ નવો પ્લાન લૉન્ચ કર્યો છે. કંપનીનો આ પ્રીપેડ પ્લાન રૂ.149નો છે. ગ્રાહકોને આમાં ડેટા, વૉઇસ કૉલ્સ અને એસએમએસનો લાભ મળશે. આઇડિયાના આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.તમને જણાવી દઈએ કે આઇડિયા અને વોડાફોન બંને કંપનિઓ મર્જ થઈ ચુકી છે.

આઈડિયાના આ કોમ્બો પ્લાનને કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગણા સર્કલના ગ્રાહકો માટે લૉન્ચ કરાવામાં આવી રહ્યો છે. આઇડિયાના નવા 149 રૂપિયાના પ્રિપેઇડ પેક વિશે વાત કરવામાં આવે તો આમા ગ્રાહકોને 33 જીબી ડેટા, અનલિમિટેડ વૉઇસ કૉલ્સ અને 28 દિવસની વેલિડિટી સાથે દરરોજ 100SMS આપવામાં આવશે.

અનવિમિટેડ કોલિંગમાં દરરોજ 250 મિનિટ અને દર અઠવાડિયે 1000 મિનિટની મર્યાદા હશે. વધુમાં યુઝર્સ એક અઠવાડિયામાં માત્ર 100 યુનિક નંબર પર જ કોલ કરી શકશે.

જીયોની 149 વાળા પ્લાન સાથે આઈડિયાના આ નવા પ્લાનની સરખામણી કરીએ તો આમાં ગ્રાહકોને દરરોજ 1.5GB 4G ડેટા, અનલિમિટેડ વૉઇસ કોલ્સ અને રોજ 100 એસએમએસ આપવામાં આવે છે. એટલે કે, કુલ 42 જીબી ડેટા ગ્રાહકોને આપવામાં આવે છે.

 

Related posts

FREEમાં LPG સિલિન્ડર આપી રહી છે સરકાર, લાભ મેળવવા માટે આ બાબતો જાણવી છે જરૂરી

Bansari

ઉત્તર કશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 5 જવાન શહીદ, 5 આતંકવાદીને પણ ઠાર કરાયા

Ankita Trada

મણિનગરમાં આવેલ જૈન ભોજનશાળાના સંચાલકને કોરોના પોઝિટીવ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!