GSTV

મેજર ઓપરેશન/ એર સ્ટ્રાઈકમાં 100 આતંકવાદીઓનો ખાત્મો, 90 ગંભીર રીતે ઘાયલ : ભયાનક લડાઈની શરૂઆત

Last Updated on July 31, 2021 by Pravin Makwana

અફઘાનિસ્તાનની સેના અને સલામતી એજન્સીઓએ તાલીબાનો સામે મેજર ઓપરેશન શરૂ કરી દીધું છે. જેમાં વાયુ સેનાની મદદ પણ લેવામાં આવી રહી છે. સલામતી એજન્સીઓએ તાલીબાનોના વિવિધ કેમ્પ પર હવાઈ હૂમલા કર્યા હતા, જેમાં 24 કલાકમાં જ 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો બોલાવી દેવામાં આવ્યો હતો. જ્યારે 90થી વધુ ઘાયલ થયા હતા.

સરકારના સૂત્રોને ટાંકીને એજન્સી જણાવે છે કે, અફઘાન સૈન્યએ હેરાત પ્રાંતમાં હેરાત શહેર અને તેની પડોશમાં આવેલા ગુજરા, કારૂખ અને સેયાવોશન જેવા વિસ્તારોમાં આતંકવાદીઓના હુમલાનો જવાબ આપતાં કાર્યવાહી કરી હતી, જેમાં 52 તાલીબાનના મોત થયા હતા અને 47 ઘાયલ થયા હતા.

આતંકવાદીઓ સામેની કાર્યવાહીમાં અફઘાનિસ્તાનની વાયુસેનાના એ-29 યુદ્ધ વિમાનો પણ જોડાયા હતા. હેરાતના ઘોરિયન જિલ્લામાં કરવામાં આવેલી હવાઈ કાર્યવાહીમાં 13 તાલીબાનો સમેત 22 અન્ય આતંકીઓનો ખાત્મો થયો હતો.

કેટલાક વિસ્તારોમાં સૈન્યએ રેડ પાડી હતી, જેમાં શસ્ત્રો અને દારૂગોળા સહિત સાત વાહનોને નષ્ટ કરવામાં આવ્યા હતા. સેનાની 215મી માઈવંડ કોરે જાહેર કરેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, હેલમંદમાં પ્રાંતીય રાજધાની લશ્કર ગાહના બહારના વિસ્તારોમાં આવેલા તાલીબાનોના વિસ્તારો પર હવાઈ હૂમલા કરવામાં આવ્યા હતા. અમેરિકન સૈન્યના પુનરાગમન બાદ અફઘાનિસ્તાનના વિવિધ પ્રાંતોમાં સલામતી ફોર્સીસ અને તાલીબાનો વચ્ચે ભયાનક લડાઈ જોવા મળી રહી છે. આતંકી સંગઠને અફઘાનિસ્તાનમાં ફરી પ્રભુત્વ સ્થાપવા માટે સ્થાનિક સરકારની સાથેનો સંઘર્ષ વધુ તેજ કર્યો છે.

દરમિયાનમાં અમેરિકાની સલામતી એજન્સી સાથે કામ કરનારા અફઘાનિ દુભાષીયા અને અન્ય કેટલાક લોકોને લઈને પ્રથમ વિમાન વોશિગ્ટનના ડગ્લાસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યું હતુ. જ્યાં પ્રેસિડેન્ટ બાઈડેને તેમનું સ્વાગત કર્યું હતુ. વિમાનમાં 57 બાળકો સહિત 221 અફઘાન નાગરિકો સવાર હતા.

READ ALSO

Related posts

મોંઘવારીનો માર/ 14 વર્ષ બાદ માચિસની ડબ્બીનો ભાવ વધશે, 1 રૂપિયે મળતી ડબ્બીના હવે 2 રૂપિયા લેશે, બંડલનો ભાવ પણ વધશે

Pravin Makwana

Health/ ભેળસેળ વાળી ચા પીવાથી ખરાબ થઇ શકે છે તમારું સ્વાસ્થ્ય, આ રીતે કરો ઓળખ

Damini Patel

ત્રિપાંખિયો જંગ/ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીનો પૂરજોશમાં પ્રચાર, શિવસેનાએ જાહેર કર્યો ઢંઢેરો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!