GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

અહીંથી ખાલી ચાલશો તો પણ થઈ જશો કોરોના મુક્ત, 12 ફૂટની લાલજાજમ પથરાઈ

લોકડાઉનના ચોથા તબક્કામાં જનજીવન થાડે પડી રહ્યું છે અને બજારો ધમધમતા થયા છે. દરમિયાન ૨૫મી મે સોમવારથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પણ ચાલુ થઇ રહી છે જે માટે વડોદરા એરપોર્ટ પર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તે પહેલા શનિવારે એરપોર્ટ પર એક મોકડ્રિલ યોજવામાં આવશે જેમાં મુસાફરોને કોરોના વાઇરસથી બચાવવા માટે ઉભી કરાયેલી વ્યવસ્થાનું ચેકિંગ થશે. આ અંગે વાત કરતા એરપોર્ટના અધિકારીએ કહ્યું હતું કે સરકારે નક્કી કરેલી ગાઇડ લાઇન મુજબ એરપોર્ટમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

એન્ટ્રી બાદ આટલું અંતર જરૂરી

એરપોર્ટમાં એન્ટ્રી બાદ પાર્કિંગમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે બે કાર વચ્ચે એક કાર જેટલું અંતર રાખવુ પડશે અને જરૃરીયાત મુજબના વાહનોને જ એન્ટ્રી અપાશે. જે બાદ ટર્મિનલમાં એન્ટ્રીમાં મુસાફરોને અને તેમના લગેજને સેનેટાઇઝ કરવામાં આવશે. ટર્મિનલ બિલ્ડિંગમાં ટિકિટ અને અન્ય દસ્તાવેજો સાથે તેમના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ હોવા ફરજીયાત છે. જે મુસાફરો પાસે મોબાઇલની સુવિધા નહી હોય તેમણે એક સોગંદનામા પર સહી કરીને લખી આપવુ પડશે કે તેને કોરોનાનું સંક્રમણ લાગ્યુ નથી.

સોડિયમ હાઇપોક્લોરાઇટ યુક્ત જાજમ

ટર્મિનલ બિલ્ડિંગમાં એન્ટ્રી વખતે ગેટથી અંદર તરફ ૧૨ ફૂટની લાલ જાજમ બીછાવવામાં આવી છે આ જાજમ સોડિયમ હાઇપોક્લોરાઇટ યુક્ત હશે જેથી મુસાફરોના બુટ ચપ્પલમાં પણ જો વાઇરસ હોય તો તેનો નિકાલ થઇ જાય. ટર્મિનલ બિલ્ડિંગમાં ઠેર ઠેર હેન્ડ સેનેટાઇઝર મશીન લગાવવામાં આવ્યા છે. જે બાદ હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમ મુસાફરોનુ મેડિકલ સ્કેનિંગ કરશે. સિક્યોરિટી ચેક એરિયામાં તમામ સિક્યોરિટી સ્ટાફ પીપીઇ કીટ પહેરેલા હશે અને મુસાફરો માટે ગ્લાસ પોડિયમ મુકવામાં આવશે કે જેથી મુસાફરો અને સિક્યોરિટી સ્ટાફ વચ્ચે સીધો સંપર્ક ના થાય.

READ ALSO

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!