GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જાહેર કરી નવી ગાઇડલાઇન્સ, કોરોના સંકટને ધ્યાનમાં રાખી લીધો મહત્વનો નિર્ણય

રાજ્યમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની નવી ગાઇડલાઇન્સ જાહેર થઈ છે. જેમાં ઇન્ટરનેશનલ તેમજ ડોમેસ્ટિક ફ્લાઇટથી ગુજરાત આવતા મુસાફરો માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નવી ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે. જેના અનુસાર વિદેશથી ગુજરાત આવતા પ્રવાસીઓએ હવે 7 દિવસ ઇન્સ્ટિટયુશ્નલ જ્યારે 7 દિવસ હોમ એમ કુલ 14 દિવસ ક્વોરેન્ટાઇન રહેવું પડશે. બીજી તરફ કોરોનાના લક્ષણ ના હોય તે ડોમેસ્ટિક મુસાફરને ક્વોરેન્ટાઇન નહીં થવું પડે પણ 14 દિવસ જાતે જ પોતાના સ્વાસ્થ્યની ચકાસણી કરવી પડશે.

14 દિવસ જાતે જ પોતાના સ્વાસ્થ્યની ચકાસણી કરવી પડશે

કોરોના સંકટને ધ્યાનમાં રાખી લીધો મહત્વનો નિર્ણય

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગુજરાતના ત્રણ એરપોર્ટ અમદાવાદ-વડોદરા-સુરત માટે ગાઇડલાઇન્સ જારી કરી છે. જેના અનુસાર આ ત્રણેય એરપોર્ટમાં આવતા મુસાફરોને સૌપ્રથમ થર્મલ સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડશે. ડોમેસ્ટિક પ્રવાસી એસિમ્પટોમેટિક હશે તો તેને ક્વોરેન્ટાઇન નહીં થવું પડે. પરંતુ તેમને 14 દિવસ સુધી પોતાના સ્વાસ્થ્યનું સ્વનીરિક્ષણ કરવાની સલાહ અપાશે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને 7 દિવસ ઇન્સ્ટિટયુશ્નલ- 7 દિવસ હોમ ક્વોેરેન્ટાઇન એમ કુલ 14 દિવસ ક્વોરેન્ટાઇન રહેવું પડશે. જોકે, કોઇ મુસાફર સુરત આવશે તો તેના માટે ‘નોવલ કોરોના સેલ્ફ રીપોર્ટિંગ ફોર્મ’ ભરવા ઉપરાંત ‘એસએમસી કોવિડ-19 ટ્રેકર’ એપ ડાઉનલોડ કરવી ફરજીયાત છે. ‘એસએમસી કોવિડ-19 ટ્રેકર’ દ્વારા મુસાફરનું લોકેશનથી વાકેફ રહી શકાશે.

ગુજરાતના ત્રણ એરપોર્ટ અમદાવાદ-વડોદરા-સુરત માટે ગાઇડલાઇન્સ જારી કરી

નવી ગાઇડલાઇન્સ પ્રમાણે વિદેશથી આવતા મુસાફરોએ હવે સ્વખર્ચે ઇન્સ્ટિટયુશ્નલ ક્વોરેન્ટાઇન રહેવું પડશે. અગાઉ વિદેશથી આવતા મુસાફરોને સરકારી ખર્ચે કે સ્વખર્ચે એમ બે વિકલ્પ આપવામાં આવતા હતા. આ પછી તેમને 7 દિવસ હોમ ક્વોરેન્ટાઇન રહેવું પડશે. જોકે, ગર્ભવતી મહિલા, જેમના સ્વજનનું અવસાન થયું હોય, જેમને ગંભીર બિમારી હોય, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળક સાથે મુસાફરી કરી રહેલા માતા-પિતાને આ ક્વોરેન્ટાઇન સમયગાળામાંથી મુક્તિ આપવામાં આવેલી છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની પ્રત્યેક રાજ્ય પ્રમાણે અલગ-અલગ ગાઇડલાઇન્સ છે. મહારાષ્ટ્રમાં આવતા ડોમેસ્ટિક મુસાફરો માટે 14 દિવસ હોમ ક્વોરેન્ટાઇન રહેવું ફરજીયાત છે. પરંતુ કોઇ મુસાફર 7 દિવસમાં જ મુંબઇથી પરત ફરવા માગતો હોય તો તેને હોમ ક્વોરેન્ટાઇન રહેવામાંથી મુક્તિ અપાઇ છે. પરંતુ જેની સામે તેને પોતાની કન્ફર્મ રીટર્ન ટિકિટ પણ નોડલ ઓફિસરને દર્શાવવી પડશે.

અમદાવાદ, સુરત, વડોદરા એરપોર્ટ આવતા મુસાફરો માટે ગાઇડલાઇન્સ

  • વિદેશ કે અન્ય રાજ્યોથી ફ્લાઇટ દ્વારા અમદાવાદ-સુરત-વડોદરા એરપોર્ટ આવતા મુસાફરો માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી ગાઇડલાઇન્સ.
  • તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ થશે.
  • ડોમેસ્ટિક પ્રવાસી એસિમ્પટોમેટિક હશે તો તેને ક્વોરેન્ટાઇન નહીં થવું પડે. પરંતુ તેમને 14 દિવસ સુધી પોતાના સ્વાસ્થ્યનું સ્વનીરિક્ષણ કરવાની સલાહ અપાશે.
  • આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને 7 દિવસ ઇન્સ્ટિટયુશ્નલ- 7 દિવસ હોમ ક્વોેરેન્ટાઇન એમ કુલ 14 દિવસ ક્વોરેન્ટાઇન રહેવું પડશે.
  • એરપોર્ટમાં આગમન બાદ મુસાફરોને સેલ્ફ રીપોર્ટિંગ ફોર્મ ભરવું પડશે.
  • સુરતમાં આવતા મુસાફરો માટે ‘નોવલ કોરોના સેલ્ફ રીપોર્ટિંગ ફોર્મ’ ભરવા ઉપરાંત ‘એસએમસી કોવિડ-19 ટ્રેકર’ એપ ડાઉનલોડ કરવી ફરજીયાત છે.
  • તમામ મુસાફરો માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી ફરજીયાત છે.
  • વિદેશથી આવતા મુસાફરોએ હવે સ્વખર્ચે ઇન્સ્ટિટયુશ્નલ ક્વોરેન્ટાઇન રહેવું પડશે. અગાઉ વિદેશથી આવતા મુસાફરોને સરકારી ખર્ચે કે સ્વખર્ચે એમ બે વિકલ્પ આપવામાં આવતા હતા.

READ ALSO

Related posts

અયોધ્યામાં ભૂમિપૂજનનું મુહૂર્ત બતાવનાર પૂજારીએ મળી ધમકી, કાર્યક્રમમાં સામેલ ન થવાની આપી ચેતવણી

Pravin Makwana

રક્ષાબંધનના દિવસે સાબરકાંઠા પોલીસની આ કામગીરી જોઈ લોકો ચોંકી ગયા

Nilesh Jethva

ભગવાન રામ પુરૂષ દેવતા છે, અયોધ્યામાં મૂછવાળી મૂર્તિ લગાવો, મહારાષ્ટ્રના આ નેતાએ આપી શિખામણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!