GSTV

હવાઇ યાત્રીઓ માટે ખુશખબર! 24 ફેબ્રુઆરી સુધી મન ફાવે તેટલુ ભાડુ નહી વસૂલી શકે એરલાઇન્સ, સરકારે લીધો છે આ મોટો નિર્ણય

24

ઘરેલૂ માર્ગો પર ફ્લાઇટ (Domestic Flights) ટિકિટોના ભાડા પર ઉપલી અને નીચલી સીમાને 24 ફેબ્રુઆરી સુધી યથાવત રાખવામાં આવશે. નાગર ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર ભાડાની ઉપલી અને નીચલી સીમા 24 નવેમ્બર બાદ ત્રણ મહિના માટે યથાવત રખાશે.

મંત્રાલયે સૌપ્રથમ 21 મેએ સાત બેન્ડ દ્વારા આ સીમા 24 ઓગસ્ટ સુધી લાગુ કરી હતી. તેનું વર્ગીકરણ યાત્રા સમય પ્રમાણે કરવામાં આવ્યું હતુ. પછીથી તેને લંબાવીને 24 નવેમ્બર કરવામાં આવી હતી. પુરીએ જણાવ્યું કે અનુસૂચિત ઘરેલૂ ફ્લાઇટ્સ આ વર્ષના અંત સુધી કોવિડ-19ના પૂર્વ સ્તર પર પહોંચી જશે. તે બાદ તેમને ભાડાની સીમા હટાવવામાં કોઇ ખચકાટ નહી થાય.

ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર ભાડાની ઉપલી અને નીચલી સીમા 24 ફેબ્રુઆરી સુધી લંબાવાઇ

ફ્લાઇટ્સ

પુરીએ જણાવ્યું કે, જો કે હાલ અમે તેને ત્રણ મહિના માટે વધારી રહ્યાં છીએ, પરંતુ આ વર્ષના અંત સુધી જો અમને સ્થિતિમાં ઉલ્લેખનીય સુધાર જોવા મળશે અને આપણે કોવિડ-19ના પૂર્વ સ્તર પર પહોંચીશુ તો જો નાગર ઉડ્ડયન મંત્રાલયના મારા સહયોગી ઇચ્છશે કે તેને પૂરા ત્રણ મહિના સુધી લાગુ ન કરવામાં આવે, તો નિશ્વિત રૂપે મને તેને હટાવવામાં ખચકાટ નહી થાય.

કોરોના વાયરસ મહામારીના પ્રસારને રોકવા માટે લોકડાઉન બાદ ઘરેલૂ ફ્લાઇટ્સની સેવાઓ 25મેએ આશરે બે મહિના બાદ ફરી શરૂ કરવામાં આવી હતી. નાગર ઉડ્ડયન મહાનિદેશાલયે (ડીજીસીએ) 21મેએ ટિકિટો માટે યાત્રાના સમયના આધારે ઉપલી અને નીચલી સીમા સાથે સાત બેન્ડની ઘોષણા કરી હતી.

24

Air India માટે તેના ઉદ્યમ મૂલ્યના આધારે બોલી લગાવવામાં આવશે

સાથે જ હરદીપ સિંહ પુરીએ કહ્યું કે એર ઇન્ડિયાની વિનિવેશ પ્રક્રિયા અંતર્ગત બોલી કંપનીના ઇક્વિટી મૂલ્ય નહી પરંતુ તેના ઉદ્યમ મૂલ્યના આધારે લગાવવામાં આવશે. કોઇ કંપનીના ઉદ્યમ મૂલ્યમાં તેના શેરોનું મૂલ્ય, તેના ઋણ અને કંપની પાસે ઉપલબ્ધ રોકડ બધુ જ સામેલ થાય છે જ્યારે ઇક્વિટી મૂલ્યમાં ફક્ત કંપનીના શેરોનું મૂલ્ય સામેલ થાય છે.

Read Also

Related posts

ચતુરબાતેં : વેબસાઈટ પર ચાલતું હતું લાઈવ સેક્સ કોલ રેકેટ, સેક્સ ટોયઝનો જથ્થો મળ્યો

Karan

ભારતીની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર ગુસ્સો ભભૂકી ઉઠ્યો

Bansari

દિપીકા પાદુકોણનો સંકેત, શાહરુખ ખાન સાથે શરૂ કર્યુ આ ફિલ્મનું શૂટિંગ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!