GSTV
India News

એરલાઈન્સ કંપનીઓ અને મુસાફરોને ભારે મોટી રાહત, આટલી ક્ષમતા સાથે કરી શકશે હવાઈ મુસાફરી

એરલાઈન્સ

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શનિવારે એરલાઈન્સ કંપનીઓ અને મુસાફરોને ભારે મોટી રાહત આપી હતી. હવેથી 85 ટકા મુસાફરોની ક્ષમતા સાથે હવાઈ યાત્રા થઈ શકશે. કોરોનાના કેસમાં આવેલા ઘટાડા બાદ મંત્રાલય દ્વારા આ પ્રકારની છૂટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પહેલા આ ક્ષમતા 72.5 ટકા હતી જેને વધારીને 85 ટકા કરવામાં આવી છે.

ભારત

હકીકતે કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને મંત્રાલયે 12 ઓગષ્ટના રોજ આદેશ જાહેર કર્યો હતો. તે અંતર્ગત 72.5 ટકા ક્ષમતા સાથે હવાઈ યાત્રાની મંજૂરી આપવામાં આવી હતી. મંત્રાલયના કહેવા પ્રમાણે નવું સંશોધન આગામી આદેશ સુધી લાગુ રહેશે.

દેશમાં જ્યારે કોરોનાના કેસ ચરમસીમાએ હતા ત્યારે હવાઈ યાત્રા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ મુસાફરોની સંખ્યા તબક્કાવાર વધારવામાં આવી હતી. ગત વર્ષે મંત્રાલયે 33 ટકા ક્ષમતા સાથે ફ્લાઈટ સંચાલનની મંજૂરી આપી હતી. આ વર્ષે એક જૂનથી 5 જુલાઈ સુધી આ ક્ષમતાને 50 ટકા કરવામાં આવી હતી. ત્યાર બાદ 5 જુલાઈથી 12 ઓગષ્ટ સુધી વધારીને 65 ટકા કરવામાં આવી હતી. નવો આદેશ લાગુ થયો તે પહેલા મુસાફરોની ક્ષમતા 72.5 ટકા હતી.

Read Also

Related posts

નીતીશ કુમારને પોતાના જ લોકોએ ઘેર્યા, પુલ તૂટી પડવાને લઈને JDUના ધારાસભ્યએ કહ્યું- અધિકારીઓની છે મિલીભગત

Vushank Shukla

આ અઠવાડિયે આ 4 આઇપીઓમાં રોકાણ કરવાની છેલ્લી તક

Vushank Shukla

wrestlers-protest: રેલવેની નોકરી પર પરત ફર્યા બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકઃ આંદોલનમાંથી પીછેહઠનો કર્યો ઈન્કાર

HARSHAD PATEL
GSTV