GSTV

મુસાફરીમાં કોરોનાનો ચેપ લાગ્યો તો આ એરલાઈન્સ કરાવશે તમારી સારવાર, ખર્ચ કરશે 4.8 કરોડ રૂપિયા

Last Updated on August 26, 2020 by pratik shah

વર્જિન અટલાંટિક એરલાઈન્સો પોતાના મુસાફરો માટે એક ખાસ ઓફર લઈને સામે આવી છે. આ ઓફર હેઠળ, એરલાઈન્સે પોતાના બધા મુસાફરોનું ગ્લોબર ઈન્શ્યોરન્સ કરાવશે. જેમાં પ્રત્યેક યાત્રીને 5 લાખ પાઉન્ડ (લગભગ 4.8 કરોડ રૂપિયા) સુધીનું કવર આપવામાં આવશે. એરલાઈન્સે ઓફર આપી છે કે, યાત્રા દરમિયાન તેમનો કોઈપણ મુસાફર જો કોરોના વાયરસની ઝપેટમાં આવે છે તો, તેની સારવારમાં લગભગ 4.8 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ ખર્ચ ઈંશ્યોરન્સ કંપની ઉઠાવશે.

ભાડાના અંતરની ચૂકવણી પણ કરવામાં આવશે

ઈન્શ્યોરન્સ કંપની મુસાફરની સારવારની સાથે-સાથે ઈમરજન્સની મેડિકલ કોસ્ટ, ટ્રાંસપોર્ટેશન, અકોમોડેશન સહિત અન્ય ખર્ચ પણ ઉઠાવશે. એટલુ જ નહી હવાઈ યાત્રા દરમિયાન તેમના કોઈપણ મુસાફરને ક્વોરન્ટીન કરવામાં આવશે તો, 3000 પાઉન્ડ (2.92 લાખ રૂપિયા) સુધીનો ખર્ચ પણ ઈંશ્યોરન્સ કંપની જ ઉઠાવશે. એરલાઈને પોતાના ગ્રાહકોને 30 સપ્ટેમ્બર 2022 સુધી ઉપલબ્ધ બુકિંગની સાથે પોતાની ઉડાનોમાં બે તારીખોને બદલવાનો વિકલ્પ પણ આપ્યો છે. એરલાઈન્સ પ્રમાણે, 30 નંવેમ્બર બાદ યાત્રાની તારીખમાં બદલાવ કરવા પર ભાડાના અંતરની ચૂકવણી પણ કરવામાં આવશે.

આ મુસાફરોને મળશે આ ખાસ ઓફર

વર્જિન અટલાંટિકના ચીફ કોર્મશિયલ ઓફિસર જુહા જર્વિનેનના જણાવ્યા પ્રમાણે 24 ઓગષ્ટથી 31 માર્ચની વચ્ચે તેમની એરલાઈન્સથી સફર કરનારા બધા જ મુસાફરોને આ ગ્લોબલ ઈંશ્યોરેંસ કવર આપવામાં આવશે. તેમણે જણાવ્યુ કે, એરલાઈનની પ્રથમ પ્રાથમિકતા પોતાના મુસાફરોને સ્વાસ્થ્યની સુરક્ષા છે. બારબાડોસ બાદ એરલાઈન હવે દિલ્હી-લંડન અને મુંબઈ-લાગોસની વચ્ચે ઉડાન શરૂ કરવાની તૈયારીમાં છે. આ ગ્લોબલ ઈંશ્યોરન્સ કવર બાદ લોકો પોતાના પરિવારની સાથે કોઈપણ પ્રકારના ડર વગર હવાઈ યાત્રા કરી શકશે. +

આ એરલાઈન્સના મુસાફરોને મળશે ઈંશ્યોરન્સ કવર

એરલાઈન્સ પ્રમાણે, વર્ઝિન અટલાંટિક એરલાઈન્સની ટિકિટ બુક કરાવનાર મુસાફરોને ઓટોમેટિક COVID-19 કવર થઈ જશે. આ ઈંશ્યોરેંસ કવર માટે મુસાફરોને વધારાની ફી ભરવાની રહેશે નહીં. એલાઈન્સે તે પણ સ્પષ્ટ કર્યુ છે કે, ડેલ્ટા એરલાઈન અને એર ફ્રાંસની સાથે તેમની જોઈન્ટ વેંચર છે. જેથી આ બંને એરલાઈન્સમાં ટિકિટ બુક કરાવનાર મુસાફરોને પણ ઓટોમેટિક Covid-19 કવર મળશે. એરલાઈન્સ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ આ ઈંશ્યોરેન્સમાં મુસાફરોની આખી વિદેશ યાત્રા કવર થશે.

READ ALSO

Related posts

2021ના અંતની શાનદાર ઓફર્સ/ ફક્ત 4 હજાર રૂપિયામાં મળી રહ્યું છે Miનું 32 ઈંચનું સ્માર્ટ TV, ફક્ત 3 દિવસ માટે જ છે આ ઓફર

Pravin Makwana

હેલ્થ/ ગેસ નહીં આ કારણે પણ થાય છે પેટ ફુલવાની સમસ્યા, જાણો કેવી રીતે દૂર થશે આ પ્રોબ્લેમ

Bansari

રિચાર્જ પ્લાન/ મોંઘા થયા જિયો, એરટેલ અને Viના પ્લાન! જુઓ તમારા માટે કયો રહેશે બેસ્ટ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!