GSTV
India News ટોપ સ્ટોરી

એરફોર્સના ઈતિહાસનો આઘાતજનક અકસ્માત / બે અલગ રાજ્યોમાં એરફોર્સના એક સાથે એક જ સમયે ત્રણ વિમાનો ક્રેશ

ભારતીય વાયુ સેનાના બે લડાકુ વિમાન ક્રેસ થયા છે. સુખોઈ 30 અને મિરાજ 2000 બંને સામ સામે અથડાતા વિમાન ક્રેશ થયા છે. બંને પાયલટ ગંભીર રૂપથી ઘાયલ થયા છે. મધ્ય પ્રદેશના મુરૈનામાં આ દુર્ઘટના બની છે. અભ્યાસ દરમિયાન બંને વિમાન ટકરાયા હતા. વાયુ સેનાના 2 વિમાૈનો ક્રેસ થયા છે. હાલમાં રાહત બચાવ કામગીરી ચાલુ છે.

શનિવારે સવારે મધ્યપ્રદેશના મુરેનામાં મોટી દુર્ઘટના થઈ ગઈ છે. જેમાં એરફોર્સના બે લડાકુ વિમાન સુખાઈ-30 અને મિરાજ 2000 દુર્ઘટનાગ્રસ્ત થયા છે. સૂચના મળતાં જ બચાવ રાહત દળ પહોંચી ગયું છે. બંને વિમાનોએ મધ્યપ્રદેશના ગ્વાલિયરથી ઉડાન ભરી હતી. જ્યાં અભ્યાસ ચાલી રહ્યો હતો. જેટ વિમાન સવારે સાડા પાંચ કલાકે દુર્ઘટનાગ્રસ્ત થયા હતા. બંને પાયલટને સુરક્ષિત બહાર કઢાયા છે.

આ સિવાય રાજસ્થાનના ભરતપુરમાં મોટી દુર્ઘટના થઈ છે. પિંગોરા રેલવે સ્ટેશન પાસે વાયુ સેનાનું એક વિમાન ક્રેશ થયું છે. ક્રેશ પ્લેનમાં આગ લાગી ગઈ છે. આ ફાઈટર જેટે આગરાથી ઉડાન ભરી હતી. પોલીસ અને પ્રશાશન ટીમ હાલમાં ત્યાં ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર

Kaushal Pancholi

હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર

Hina Vaja

ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો, રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન છુપાવી વિદેશી ભેટની માહિતીઃ ગુજરાત સહિત ભારતમાંથી મળેલી આ ગીફ્ટની માહિતી છુપાવી

HARSHAD PATEL
GSTV