GSTV
Gujarat Government Advertisement

ચીનને જડબાતોડ જવાબ દેવા માટે C-17 ગ્લોબમાસ્ટર અને ચિનૂક વિમાન લગાવી રહ્યા છે ચક્કર, જુઓ Video

Last Updated on October 10, 2020 by Mansi Patel

ભારત અને ચીનની વચ્ચે તણાવ ઓછો કરવાની ચીન તરફથી માત્ર વાતો જ થઇ રહી છે. પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી પ્રમાણે તેના ઇરાદા કંઇક બીજી જ કહાની કહી રહ્યા છે. ત્યારે ચીનની આ ચાલાકીનો જવાબ આપવા માટે ભારતીય સેના પણ તૈયાર છે. ચીન ઇચ્છે છે કે તે પોતાના સૈન્ય પરાક્રમને બતાવીને ભારતીય વિસ્તારો પર કબ્જો કરી લે. પરંતુ દરેક વખતે ચીનને પછડાટ જ મળી છે. ત્યારે ભારતીય સેના ચીનની કોઇ પણ નવી હરકતનો જવાબ આપવાની તૈયારીમાં લાગેલી છે.

1962માં દગો આપનારા ચીનની નસ-નસથી ભારત વાકેફ છે. લાઇન ઓફ કંટ્રોલમાં ભારત અને ચીનની સેના આમને સામને છે. ત્યારે ભારતીય સેના શિયાળાની સીઝનને ધ્યાને રાખીને તૈયારી કરી રહી છે. ભારતીય વાયુસેનાના બોઇંગ સી-17 ગ્લોબલમાસ્ટર પણ લદ્દાખમાં તૈનાત છે. લેહ એરબેઝ ભારતીય વાયુસેનાના વિમાનોની અવર જવરથી ધમધમી રહ્યું છે.

સી-17 ગ્લોબમાસ્ટર ઉપરાંત મિગ-29 યુદ્ધ વિમાન, એએન-32 વિમાન, ચિનૂક હેલિકોપ્ટર, આઇએલ-76 વિમાન અને અન્ય વિમાનો સતત ઉડાન ભરી રહ્યા છે. ચિનૂક હેલિકોપ્ટર અને સી-17 ગ્લોબમાસ્ટર દ્વારા સૈનિકો તેમજ સૈન્ય સામાનની સપ્લાઇ કરવામાં આવી રહી છે. આ વિમાન કારગીલ, લદ્દાખ કે ઉત્તર પૂર્વની સરહદે અન્ય કોઇ પણ સ્થાને સરળતાથી ઉતરાણ કરી શકે છે. વાયુસેના કોઇ પણ પરિસ્થિતિના મુકાબલે માટે ચિનૂક હેલિકોપ્ટરને પણ તૈનાત રાખ્યું છે.

લદ્દાખ વિસ્તારમાં ચિનૂક પણ સતત ઉડાન ભરી રહ્યું છે. જો ચીન સાથે કોઇ પણ સમયે યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ પામશે તો જરૂરી સામાનની સપ્લાઇ માટે આ બંને હંમેશા તૈનાત રહેશે. ચિનૂકને રડારથી ઝડપી પાડવું મુશ્કેલ છે. ભારતીય વાયુસેનાના અધિકારીઓનું કહેવું છે કે સરહદી વિસ્તારમાં ડિપ્લોયમેન્ટનું કામ પૂર્ણ થઇ ગયું છે. અને હવે શિયાળાની સીઝન માટેની તૈયારીઓ ચાલી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંસ્કારનગરી ખાતે સિઝનના પ્રથમ વરસાદમાં જ મહાકાય બોર્ડ જમીન દોસ્ત, એક કલાકમાં જ તમામ વિસ્તારો પાણીમાં જળકાવ

Dhruv Brahmbhatt

રિલેશનશિપ: છોકરાઓની આ 7 ક્વોલિટીથી છોકરીઓ થઇ જાય છે પ્રેમમાં પાગલ, તમારામાં કઈ છે જોઈ લો?

Pritesh Mehta

ઇંગ્લેન્ડનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ રેકોર્ડ, વન-ડે મેચમાં બનાવ્યા 481 રન, આ ખેલાડીઓની વિસ્ફોટક સદી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!