GSTV

અત્યાધુનિક એન્ટી એર ક્રાફ્ટ ગન સાથે અરુણાચલમાં તૈનાત મહિલા કેપ્ટનની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ

Last Updated on October 21, 2021 by pratik shah

ભારત અને ચીન વચ્ચેના તનાવને લઈને લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પર ભારતે મોટા પાયે ઘાતક હથિયારો બોર્ડર પર રાખ્યા છે. ચીનના સંભવિત વિમાની કે ડ્રોન હુમલાને પહોંચી વળવા માટે ભારતે એર ડિફેન્સ ગન એલ-70 પણ તૈનાત કરવામાં આવી છે. સરહદ પરની જમાવટ વચ્ચે આવી જ એક એર ક્રાફ્ટ ગન સાથે અરુણાચલમાં તૈનાત મહિલા કેપ્ટન સરિયા અબ્બાસીની તસવીર સોશ્યલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.

કેપ્ટન સરિયા અબ્બાસી ચાર વર્ષથી સેનામાં

અરુણાચલની દુર્ગમ બોર્ડર પર એન્ટી એરક્રાફ્ટ ગન સાથે દેખાયેલી આ મહિલા અધિકારીમાં યુઝર્સને રસ પડવા માંડ્યો છે. કેપ્ટન સરિયા અબ્બાસી ચાર વર્ષથી સેનામાં છે. તે યુપીની રહેવાસી છે અને બાયોટેકનોલોજીમાંથી બીટેકની ડિગ્રી મેળવી ચુકી છે.

સરિયાના પિતાનુ નામ તહેસીન અબ્બાસી છે અને તે ઓલ ઈન્ડિયા રેડિયોના સ્ટેશન ડાયરેક્ટર રહી ચુકયા છે. જ્યારે સરિયાના માતા રેહાના સ્કૂલમાં આચાર્ય છે.

L-70 એન્ટી એરક્રાફ્ટ ગનને LAC પર બે મહિના પહેલા તૈનાત

L-70 એન્ટી એરક્રાફ્ટ ગનને LAC પર બે મહિના પહેલા તૈનાત કરવામાં આવી હતી. જેની તૈનાતી પાછળનો ઉદ્દેશ માત્ર પૂર્વ લદ્દાખમાં ઘર્ષણ પછી ચીનની આક્રમક રૂખને જોઈને ભારતીય સેનાની સમગ્ર મારક ક્ષમતાને વધારવાનો છે. આ સિવાય ઈમરજન્સી જેવી સ્થિતિમાં ભારતીય સેનાને કોઈ તકલીફ ના સર્જાય તેના માટે પણ તૈનાત કરવામાં આવી છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર / ત્રણ કૃષિ કાયદા રદ, બિલ પર રાષ્ટ્રપતિ કોવિંદે કર્યા હસ્તાક્ષર

Zainul Ansari

શું પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં લાવવા માટે મળશે મંજૂરી? હજુ પણ અકબંધ છે આ પ્રશ્ન

Zainul Ansari

Big Breaking / કમોસમી વરસાદના કારણે LRD ભરતી પ્રક્રિયા પર અસર, 3 અને 4 તારીખે યોજાનારી શારીરિક પરીક્ષા મોકૂફ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!