GSTV

દુબઈથી આવી રહેલુ એર ઈન્ડિયાનું વિમાન સ્લિપ થતાં થઈ મોટી દુર્ઘટના, પ્લેનના થયા બે ટુકડા

કેરલના કોઝિકોડમાં શુક્રવારના રોજ મોટી વિમાન દુર્ઘટના થઈ છે. કોઝિકોડના કરિપુર હવાઈ મથક પર ઉતરતી વખતે રન વે પર લપસી જતાં મોટી દુર્ઘટના છે. આ વિમાન કોઝિકોડ આવી રહ્યુ હતું. કહેવાય છે કે, આ વિમાનમાં 191 યાત્રિઓ સવાર હતા.

રન વે પર વિમાન સ્લિપ થવાની ખબર આવી રહી છે. આ ઘટના બાદ ત્યાં એમ્બ્યુલન્સ અને ડોક્ટર્સની ટીમો ત્યાં હાજર થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં વિમાનના પાયલોટનું મોત થયુ છે, જ્યારે વિમાનના આગળના ભાગને ભારે નુકસાન થયુ છે.

આ વિમાન દુર્ઘટનામાં હાલ તો પાયલોટ સહિત 3 લોકોના મોતની ખબર આવી રહી છે. આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યુ છે. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની 24 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, આ ફ્લાઈટ IX1344 હતું. આ પ્લેન દુબઈથી સાંજે 4 કલાકેને 45 મીનિટે ઉડ્યુ હતું. જે સાંજે 7 કલાકને 41 મીનિટે લેન્ડીંગ સમયે રન વે પર સ્લિપ થયુ હતું.

જણાવી દઈએ કે, કેરલમાં ભારે વરસાદના કારણે રન વે પર પાણી ભરાયા હતા. જેના કારણે રન વે પરથી વિમાન આગળ નિકળી ગયુ હતું અને દુર્ઘટના ઘટી હતી.

READ ALSO

Related posts

હાર્દિક પટેલને મોટો ઝટકો : ગુજરાત બહાર જવાની અરજીમાં સેશન્સ કોર્ટે લીધો આ નિર્ણય, 3 મહિના માટે માગી હતી આ પરમીશન

pratik shah

કૌભાંડ/ આરોગ્ય વિભાગનું મોટું કૌભાંડ, લાયસન્સ રદ્દ થયેલી ફાર્મસી પાસેથી ઔષધોની ખરીદી કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ

pratik shah

બિહાર ઈલેક્શન: Corona દર્દીઓ પણ આપી શકશે વોટ, એક કલાક સુધી વધારવામાં આવી સમય મર્યાદા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!