AIRCEL મેક્સિસ ડીલ મામલે પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને કોર્ટ રાહત આપી છે. કોર્ટે ચિંદમ્બરમ અને કાર્તિની ધરપકડ પર પહેલી નવેમ્બર સુધી રોક લગાવી. કોર્ટના આદેશ બાદ ઈડીએ પિતા-પુત્રીના આગોતરા જામીન અંગે કોર્ટમાં પહેલી નવેમ્બર સુધીમાં જવાબ દાખલ કરવાનો રહેશે.
EDનું માનવું છે કે, તપાસને આગળ વધવા માટે આરોપીઓની પૂછપરછ કરવા માટે તેમની ધરપકડ કરવી જરૂરી છે. જેથી આરોપીઓ પર લગાવવામાં આવેલી રોકને હટાવવામાં આવે. આ પહેલા કોર્ટે સીબીઆઈ અને ઈડીને ફટકાર લગાવતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરવાની મંજૂર નહી મળે તો કોર્ટ તપાસ એજન્સીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટને ધ્યાને લેવામાં નહીં આવે.
મહત્વનું છે કે, કાર્તિ ચિદમ્બરમ છેલ્લા ઘણા સમયથી એરસેલ મેક્સિસ ડીલ મામલે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે. ત્યારે ફરીવાર કોર્ટે તેમને રાહત આપી છે.