GSTV

મહત્વનું: C-295 અત્યાધુનિક ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટથી વધશે વાયુસેનાની તાકાત, એરબસની સાથે 22 હજાર કરોડનો સોદો

Last Updated on September 24, 2021 by pratik shah

ભારતીય ડિફેન્સમંત્રાલયે વાયુસેના માટે 56 સી-295 મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની ખરીદી માટે સ્પેનની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે કરાર કર્યો છે. નવા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારતીય વાયુસેના (Indian Air Force)ના એવરો -748 વિમાનોની જગ્યા લેશે. બે અઠવાડીયા પહેલા સુરક્ષા મામલાઓની કેબિનેટ સમિતિએ આ ટ્રાસપોર્ટ એરક્રાફ્ટ ખરીદવા માટેની મંજૂરી આપી હતી. રક્ષામંત્રાલયના પ્રવક્તા એ ભારત ભૂષણ બાબુએ ટ્વિટ કરીને લખ્યું હતું કે IAF માટે 56 C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની ખરીદી માટે સ્પેનની AirbusDefence & Spaceના કરાર પર સાઈન કર્યા છે.

એરબસ ડિફેંસ એન્ડ સ્પેસ અને ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) દ્વારા પૂર્ણ

પ્રોજે ક્ટને સંયુક્ત રૂપે એરબસ ડિફેંસ એન્ડ સ્પેસ અને ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) દ્વારા પૂર્ણ કરવામાં આવશે. આ એરોસ્પેસ ક્ષેત્રમાં કેન્દ્રની મેક ઈન ઈન્ડિયા પહેલ અંતર્ગત ભારતીય વાયુસેનાના નવા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટથી લેસ કરશે, કરાર મુજબ ડીલ સાઈન થવાના 48 મહીનાની અંદર 16 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ડિલિવર કરવામાં આવશે. આ સાથે જ બાકી બચેલા 40 એરક્રાફ્ટ TASL ભારતમાં એસેમ્બલ કરશે.

  • હાલની ડીલ મુજબ તમામ વિમાનો 2030 સુધીમાં ભારતીય વાયુસેનાને મળી જશે
  • આ વિમાનની રેન્જ 2000 નોટિકલ માઈલ (3700 કિલોમીટર) છે અને હવામાં સતત 11 કલાક ઉડી શકે છે.
  • એક વખતમાં વિમાન 71 ટ્રૂપ્સ (હથિયાર-સરંજામ સાથેના સૈનિકો) લઈ જઈ શકે છે.
  • વાયુસેનામાં અત્યારે કાર્યરત એવરો-748 પ્રકારના વિમાનોનું સ્થાન આ નવા વિમાનો લેશે.
  • C-295એ મલ્ટિ-રોલર વિમાન છે, મતલબ કે તેનો ઉપયોગ માત્ર ટ્રાન્સપોર્ટેશન પુરતો મર્યાદિત નહીં રહે.
  • રણ વિસ્તાર, અત્યંત ઠંડું વાતાવરણ, ઊંચાઈવાળા વિસ્તાર.. વગેરેમાં આ વિમાનો એક સરખું કામ આપી શકે છે.
  • આ વિમાન યુરોપિયન કંપની એરબસની પ્રોડક્ટ છે. કંપનીએ અત્યાર સુધીમાં 191 વિમાનો ડિલિવર કરી દીધા છે. એમાંથી 189 વિમાનો વપરાઈ રહ્યા છે. કંપનીને કુલ ઓર્ડર 222 વિમાનોનો મળેલો છે.
  • જગતના 34 દેશો આ વિમાનો વાપરે છે. ભારતીય વાયુસેના એ વાપરનારી 35મી એરફોર્સ બનશે.

રતન ટાટાએ કર્યું ટ્વિટ

ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ રતન ટાટાએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સી-295 ના નિર્માણ માટે એરબસ ડિફેંસ અને ટાટા એડવાન્સ સિસ્ટ્મ્સની વચ્ચે સંયુક્ત પરીયોજનાની મંજૂરી ભારતમાં વિમાનન અને એવિયોમિક્સ પરિયોજનાઓ શરૂઆતની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ ભારતમાં એરક્રાફ્ટની કુલ મેન્યુફેક્ચરીંગની પરિકલ્પના કરે છે.

READ ALSO

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!