GSTV
Home » News » એપ્રિલથી ફ્લાઈટની સફર થશે મોંઘી, સરકાર કરશે ટીકિટોના ભાવમાં અધધધ વધારો

એપ્રિલથી ફ્લાઈટની સફર થશે મોંઘી, સરકાર કરશે ટીકિટોના ભાવમાં અધધધ વધારો

વિશ્વ અને દેશમાં મોંઘવારીના મારે સામાન્ય લોકો અને સરકારી કમર તોડી નાખી છે, ત્યારે સતત વધતી મોંઘવારી વચ્ચે હવાઈ મુસાફરી પણ મોંઘી થવા જઈ રહી છે. એર ટિકિટોમાં આ વધારાનું કારણ એરપોર્ટ નેવિગેશન ચાર્જ હશે. એપ્રિલથી એરપોર્ટ સંશોધક ચાર્જમાં 4 ટકાનો વધારો થઈ શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ માટે એક કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું છે. જેમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, વર્ષ 2024-25 સુધીમાં તેમાં 4 ટકાનો વધારો કરવાની દરખાસ્ત છે.

એરપોર્ટ નેવિગેશન સુવિધા આપવા માટે એરપોર્ટ નેવિગેશન સુવિધા ચાર્જ વસુલ કરે છે. ફ્લાઈટ મુસાફરો પાસેથી આ ચાર્જ પ્રતિ ફ્લાઈટના આધારે લેવામાં આવે છે. મંત્રલાયે આ પ્રસ્તાલ પર અંતિમ નિર્ણય માટે આગામી અઠવાડીયામાં એક બેઠક પર યોજી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 20 વર્ષથી આ ચાર્જમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

flights in Holi

પ્રિડેટરી ભાવથી ચિંતિત છે સરકાર

ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે, એરલાઇન્સ ગ્રાહકોને ઓછી કિંમતે ટિકિટ આપી રહી છે. સરકારને ચિંતા છે કે, જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો બીજી એરલાઇન્સને પણ બંધ કરી શકાય છે. જો કે, આ દરમિયાન તેમણે સંપૂર્ણપણે આ વાતને નકારી કાઝી હતી કે, સરકાર હવાઇ ભાડાનું નિયમન કરશે. હરદીપસિંહ પુરીનું આ નિવેદન ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં હાલની કંપનીઓના પરિણામો જાહેર થયા બાદ આવ્યું હતુ.

શું છે પ્રિડેટરી કિંમત?

પુરીએ આ દરમિયાન કહ્યું હતું કે, એક ખાસ વાત પર અમે ધ્યાન આપ્યું છે કે, 20 વર્ષ પહેલા દિલ્હીથી મુંબઈના રૂટ પર જે સરેરાશ ભાડુ 5,100 રૂપિયા હતું, તે હવે ઘટીને સરેરાશ 4,600 રૂપિયા થઈ ગયું છે. આડેધડ કિંમતોની રમત રમાઈ રહી છે. તેનો અર્થ છે કે, એરલાઇન્સ ખર્ચ કરતા ઓછા દરે ટિકિટનું વેચાણ કરી રહી છે. પ્રિડેટરી કિંમતોનો અર્થ છે કે, કંપનીઓ વધુને વધુ ગ્રાહકોને આકર્ષવા માટે અત્યંત ઓછા ભાવે ટિકિટ વેચે છે.

READ ALSO

Related posts

સોનભદ્રમાં તો સોનામાં સુગંધ ભળી, સોનાના ભંડાર બાદ અન્ય એક ખજાનો પણ મળ્યો !

Pravin Makwana

Home Loan : રૂપિયાની તંગી હોય તો પણ સરળતાથી મેનેજ કરો EMI, આ ટિપ્સ આવશે તમારે કામ

Bansari

મનસેની પુનામાં ખુલ્લેઆમ દાદાગીરી, ઘરે ઘરે જઈને કરી રહ્યા છે આ ઉઘરાણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!