GSTV
Home » News » એ 5 આતંકવાદી કે જેને ધ્યાનમાં લઈને એર સ્ટ્રાઈક કરવામાં આવી, મસૂદનાં પરિવારનાં ચિથડા કાઢી નાખ્યાં

એ 5 આતંકવાદી કે જેને ધ્યાનમાં લઈને એર સ્ટ્રાઈક કરવામાં આવી, મસૂદનાં પરિવારનાં ચિથડા કાઢી નાખ્યાં

ભારતીય એર ફોર્સ એર સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનની ભૂમિ ઘણાં આતંકવાદીઓને મારી નાખ્યા છે. હવાઈ હુમલામાં ભારતનું ટાર્ગેટ મુખ્યત્વે પાંચ સૌથી મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ પર હતું. આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો સૌથી મોટો આતંકવાદી પણ ઉપર પહોંચી ગયો છે. આ પાંચ એ આતંકવાદી કે જે મોટા મોટા હુમલા કરાવવામાં હાથ ધરાવતા હતા.

  1. મૌલાના અમ્માર – મસૂદ અઝહરનો ભાઈ કે જે કશ્મીર અને અફઘાનિસ્તાનમાં આતંકવાદી કૃત્યો સાથે સંકળાયેલ છે
  2. મૌલાના તલ્હા સૈફ – મસૂદ અઝહરનો ભાઈ અને પ્રચાર વિભાગનો વડો
  3. મુફ્તી અઝહર ખાન કશ્મીરી-કાશ્મીર ઓપરેશનનો વડો
  4. ઇબ્રાહિમ અઝહર – મૌલાના મસૂદ અઝહરનો મોટો ભાઈ
  5. યુસુફ અઝહર- મસૂદ અઝહરનો સાળો અને તાલીમ કેન્દ્રનો વડો

PM મોદીએ રાતે 3:30 વાગ્યે સમગ્ર એર સ્ટ્રાઈક ઉપર નજર રાખી હતી

ઉરી વખતે વડાપ્રધાને આખી સર્જીકલ સ્ટ્રાઈક જોઈ હતી એમ આ વખતે પણ નરેન્દ્ર મોદીએ પાકને સેનાએ કેમ જવાબ આપ્યો એ જોયું હતું. ઉલ્લેખનીય છે કે આજે પુલવામા આતંકવાદી હુમલામાં 12 દિવસો થયા છે અને આજે પાકિસ્તાનની ડરપોક હરકતને અંજામ આપવા માટે ભારતનાં 12 લડાયક વિમાનોએ પાકિસ્તાનને વળતી પ્રતિક્રિયા આપી છે. આજ સવારે ભારતીય હવાઇ દળે એલઓસીને પાર કરી અને આતંકવાદી કેમ્પને ઉડાવી દીધો છે.

સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય વાયુસેના જ્યારે પીઓકેમાં ઘૂસીને જૈશના આતંકી ઠેકાણાઓને અંજામ આપી રહ્યાં હતા ત્યારે વોર રૂમમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ઓપરેશન પર નજર રાખી હતી. મોદીજીએ સમગ્ર વોર પોતાની આંખે જોઈ છે.

READ ALSO

Related posts

રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો, વીર સાવરકર Tweet મામલે તપાસનો આદેશ અપાતા ખળભળાટ

Riyaz Parmar

રાજકોટ: જેતપુરના DYSP ભરવાડનું ધરપકડ વોરન્ટ ઇશ્યૂ , રૂપિયા 8 લાખ ની લાંચ કેસમાં છે ફરાર

Riyaz Parmar

ક્રુડ ઓઈલમાં આવેલા ઉછાળાથી મંદીમાં ફસાયેલા ઓટો ઉદ્યોગ પર માર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!