GSTV

ઈમરાનની સરકાર પર Tik Tok સ્ટારની એર સ્ટ્રાઈક, હોટનેસ એવી કે આખી સરકાર ધ્રૂજી ગઈ

Last Updated on January 6, 2020 by Mayur

સોશિયલ મીડિયા પર ટિકટોકનો એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં હરીમ શાહ પાકિસ્તાની વિદેશ મંત્રાલયના કોન્ફરન્સ રૂમમાં વિડિયો બનાવી રહી છે. આ રૂમમાં વરિષ્ઠ અધિકારીઓની બેઠક મળતી હોય છે. હરીમ એક ખુરશી પર બેસે છે જેની પાછળ મોહમ્મદ અલી ઝીણાની તસવીર લાગેલ છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયએ આ મામલે એક તપાસ સમિતિની રચના પણ કરી છે જેમાં તપાસ કરવામાં આવી રહ્યું છે કે હરીમ શાહ આખરે અહીં સુધી પહોંચી કેવી રીતે.

કોણ છે હરીમ શાહ ?

હરીમ શાહ ટીકટોક પર જાણીતી સ્ટાર છે. હાલ તેના 2.1 મિલિયન ફોલોઅર્સ છે. ટિકટોક પર પોસ્ટ કરવામાં આવેલા એક વિડિયોમાં તે જણાવે છે કે,‘હરીમ શાહ એક સામન્ય યુવતી છે.’ તે પોતાને એક ખુલ્લી કિતાબ કહે છે. હરીમ જે પણ કરે છે તેને સોશિયલ મીડિયમાં શેર કરી દે છે. પછી તે જીમમાં વર્કઆઉટ હોય કે પછી પાર્કમાં વોકિંગ તેનો વિડિયો ટિકટોક એકાઉન્ટ પર મુકી દે છે.

હરીમ શાહ પાકિસ્તાના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતથી છે અને તે ઇસ્લામાબાદમાં રહે છે. તેના માતા-પિતા સરકારી કર્મચારી છે. તેના ત્રણ બહેન અને ત્રણ ભાઇ છે. હરીમ શાહ Competitive Religionમાં એમ્ફિલ કરી રહીં છે.

જોકે, પાકિસ્તાનમાં હરીમને લઇને ઘણા સવાલ છે, જેમકે તે આટલી લઝરી લાઇફ મેન્ટેન કેવી રીતે કરે છે. તે ઘણીવાર ફર્સ્ટ ક્લાસ એરમાં ટ્રાવેલ કરતી જોવા મળે છે ઉપરાંત તે ઘણા દેશમાં ફાઇવ સ્ટાર હોટલમાં રહે છે. જ્યારે હરીમ પોતે એક વિડિયોમાં જણાવી ચુકી છે તેનો પરિવાર ટિકટોકને લઇને તેને સપોર્ટ નથી કરતી. તેના પરિવારને હરીમની આ લાઇફસ્ટાઇલ બિલકૂલ પસંદ નથી. જોકે, તે આ બધી વાતનો પરવાહ નથી કરતી.

શું છે વિવાદ ?

ઇમરાન ખાનની સરકાર આ હસીનાના ચક્કરમાં બદનામ થવા લાગી ત્યારથી હરીમ શાહ ચર્ચામાં આવી. હરીમ ક્યારેક વડાપ્રધાન ઇમરાન ખાનની ખુરસી પર તો ક્યારેક મંત્રી શેખ રાશિદ સાથે વિડિયો ચેટિંગ કરતી જોવા મળતી હતી. છેલ્લા કેટલાક દિવસોથી રેલ મંત્રી શેખ રાશીદને લઇને હરીમ શાહનો એક વિડિયો જંગલની આગની જેમ વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયોને કારણે ઘણો વિવાદ ઊભો થયો હતો.

હરીમ શાહે રશીદ શાહા સીક્રેટ વિડિયો સોશ્યલ સાઇટ પર પોસ્ટ કરી નાખ્યા હતા. વિવાદ વરતા પાછળથી હરીમ શાહે તેને ડીલીટ પણ કરી નાખ્યા હતા. હવો હરીમ શાહે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ઘસેડતા તેમનો વિડિયો પણ વાયરલ કરી નાખવાની ધમકી આપી છે.

READ ALSO

Related posts

નિયમોમાં ફેરફાર/ 1 તારીખથી સેલરી અને બેંકોમાં જમા પૈસાના નિયમોમાં થશે ફેરફાર, ખિસ્સા પર પડશે સીધી અસર

Damini Patel

અગત્યનું/ નવી કાર માટે ઝીરો ડેપ્થ ઇન્શ્યોરન્સ લેવો કેમ છે જરૂરી, જાણી લો ફાયદા

Bansari

Cyber Fraud/ ક્રેડિટ કાર્ડ વાળા સાવધાન! પહેલા રીવોર્ડ પોઈન્ટ્સ ઓફર કરશે પછી ચલાવશે લૂંટ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!